________________ 0 0 0 0 0 0 લક્ષમીદેવીની આસુરી માયા : 439 પગલે પગલે નિધાન દેખાડીને સર્વ રીતે વૃદ્ધિ પામીને મારે તેમને આધીન રહેવું પડે છે. તેમનું કાંઈ પણ પ્રતિકૂળ કરવાને હું શક્તિમાન નથી. છેવટે પાછા મને વગાવીને તૃણની જેમ ત્યજી તેઓ મુક્તિપુરીમાં જાય છે.” * “આવા પ્રકારના જિનશાસનના આરાધક આત્માઓ સિવાય બીજા સર્વે સંસારી જી મારા કિંકરે છે. તેમને હું હજારો દુખે આપું છું, તે પણ તેઓ મારા ચરણની ઉપાસના તથા પ્રીતિને મૂકતા નથી. મારા માટે તપ, જપ, કાયલેશ વગેરે કરીને અનેક પ્રકારે પાપાનુબંધી પુણ્ય પેદા કરે છે, પરંતુ હું તેમને પ્રથમ સર્વ પ્રકારની ઋદ્ધિ બતાવીને છેવટે નરકરૂપી કૂવામાં નાખું છું. કેટલાકે તિર્યંચમાં ઉત્પન્ન થઈને સપદિરૂપે જન્મ પામી નિધાનરૂપે રહેલી મને સેવે છે, કેટલાક કષ્ટના બળથી વ્યંતર આદિ અસુર નિકાયની દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. તેઓ પણ ભૂમિમાં રહેલા મારા સ્વરૂપને આશ્રર્ય કરીને વિના કારણે ત્યાં રહે છે, અને લોકેાને દેવી માયાવડે મને કોયલા અને માટી રૂપે દેખાડે છે. માટે હે પૂજ્ય સરસ્વતી ! સર્વ સંસારી પ્રાણુઓ હમેશાં મારી પ્રાપ્તિથી જ મોટા ગણાય છે. કેવળ જે કઈ મોક્ષના અથી આત્માઓ છે, તેઓ તારી સેવામાં તત્પર રહે છે. તેઓ તારા વડે જ મોટા ગણાય છે, પરંતુ બીજાઓ તેને મોટા ગણતા નથી.” - ઉપરોક્ત યથાર્થ વસ્તુને કહેનારાં લક્ષ્મીદેવીનાં વચનને સાંભળીને સરસ્વતીએ જણાવ્યું; “બહેન ! એક તે તારું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust