________________ 438 : કથારન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેઓ તપ જપ વગેરે એવાં કરે છે, કે જેથી મારે અવશ્ય તેમની દાસરૂપે સેવા કરવી પડે છે, કે જેને ઘેર તેઓ માત્ર આહાર જ ગ્રહણ કરે છે, તેના ઘરના આંગણામાં મારે લાખે અને કરોડો સુવર્ણ મહારની વૃષ્ટિરૂપે પડવું પડે છે. ત્યારબાદ શુકલધ્યાનરૂપી અનિવડે મારાં બીજને ભસ્મ કરીને તેઓ કેળવજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અવસરે વિવિધ દેવો એકત્ર થઈને મારું ઘર કમળ તેઓના ચરણની નીચે સ્થાપન કરે છે. તેનું આસન કરી તે પર બેસીને મારું નિમૂળ ઉચ્છેદન કરવારૂપ દેશના તેઓ આપે છે. ઘણાઓને પિતાની જેવા ત્યાગી કરે છે, કેટલાકેને દેશવિરતિ આપે છે કે જેઓ ગૃહવાસમાં રહ્યા છતાં પણ વ્યવહારશુદ્ધિથી પરિમાણ કરી અલ્પારંભ તથા સંયમરૂપ ધર્મનું પાલન કરવાવડે મને અધિક અધિક પ્રાપ્ત કરે છે. નીતિશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે નિસ્પૃહપણું બતાવીને કામભેગાદિકમાં મારો થોડો વ્યય કરે છે, અને ધર્મ સંબંધી સાત ક્ષેત્રમાં હર્ષથી અધિક વ્યય કરે છે. અત્યંત ગાઢ વિલાસની ભાવનારૂપી ચૂર્ણ નાંખીને મને બંધનમાં નાખે છે, તેથી પ્રતિક્ષણ સર્વ જનની સમક્ષ મારી નિંદા તથા તિરસ્કાર કરતા હું સાંભળું છું, તો પણ હું તેનું ઘર ત્યજવાને શક્તિમાન થતી નથી, ઊલટું તેનાં ઘરમાં જાણે વૃદ્ધિ પામવાની મારી ઈચ્છા હોય તેમ હું વસું છું. તેઓ પુણ્યના બંધનવડે મને બંધનમાં નાખે છે કે જેથી પ્રત્યેક જન્મમાં મારે તેમનું દાસીપણું કરવું પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust