________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 400 માત્ર એક દ્રવ્યાનુયોગ ગર્ભિત ચરણાનુગપ્રધાન અધ્યાત્મરૂપ ધર્મશાસ્ત્રોને છોડીને બીજા જેટલા શાસ્ત્રોના સમૂહે છે, તે સર્વેમાં પ્રાય મને જ મેળવવાના ઉપાયો અને મારા જ વિલાસ (વૈભવ) વર્ણવ્યા છે. માત્ર એક જિન નિગ્રંથ મુનિવરો સિવાય બીજા સવે સંસારી જી મારી સેવા કરે છે. કહ્યું છે, જેઓ વયથી વૃદ્ધ છે, તપચર્યાથી વૃદ્ધ છે અને જેઓ બહુશ્રત હોવાથી વૃદ્ધ છે, તે સવે ધનવડે વૃદ્ધ એવા પુરુષોનાં દ્વારમાં કિંકરની જેમ રહે છે.” “હે સરસ્વતી ! ઘણું શું કહેવું? ઘણા એવા હોય છે કે જેઓ મરણ આવતાં સુધી પણ પિતાનાં ધનને પ્રગટ કરતા નથી, અને મારી ઈચ્છા પણ મૂકતા નથી. જે કદાચ તારા માનવામાં ન આવતું હોય, તે હું તને પ્રત્યક્ષ બતાવું કે સર્વ પ્રાણીઓનું વિતવ્ય દશ પ્રાણથી બંધાચેલું છે, તેમાં ધનરૂપી અગીયારમે બાહ્ય પ્રાણ પણ ઉપચારથી કહે છે. તે બાહ્ય પ્રાણરૂપી ધનને માટે કેટલાયે પુરુષ અભ્યતરના દશે પ્રાણને છોડી દે છે, પણ ધનને ત્યજતા નથી. મારું સ્વરૂપ જે સ્થાને રહ્યું (દાટેલ) હોય, તે પર કદાચ વૃક્ષ ઊગે, તે તે પણ જલદીથી વૃદ્ધિ પામીને પુ૫ ફળાદિકથી પ્રકૃતિલત થાય છે, તથા જ્યાં મારું સ્વરૂપ હોય, ત્યાં દેવો પણ બોલાવ્યા વિના જ જાય છે. માટે હે સુભગા સરસ્વતી ! મારી સાથે ચાલ, તને હું કૌતુક બતાવું.” આ પ્રમાણે કહીને તે બને દેવીઓ ચાલી, અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust