Book Title: Katharatna Manjusha Dhanya Charitra Part 01
Author(s): Vijaykanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 515
________________ 418 : કથારન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તપસ્વીઓને વનમાં રહેવું જ કલ્યાણકારી છે. જેઓ મહાતપસ્વી છે, તેઓની આ જ રીત છે; પરંતુ તમે આવી રાત્રિના સમયે ઘરનો ત્યાગ કરીને વનમાં કેમ આવ્યા છો ?' ત્યારે તે ચેરાએ કહ્યું; “તમારા જેવા પાસે અમારે શા માટે અસત્ય બોલાવું જોઈએ? અમે તે ચા૨ છીએ અને આ દુઃખે કરીને પૂરી શકાય તેવા પટને પૂર્ણ કરવા નીકળ્યા છીએ.” આ પ્રમાણે તેમનું વચન સાંભળી પેલા અવધૂત તપસ્વીએ વિચાર્યું; " આ ધનના અથ છે, અને વળી શસ્ત્ર સહિત છે, માટે તેમને થોડુંક ધન આપીને આ સેનાની શિલાના કકડા કરાવું. આમ વિચારીને તેણે તેમને કહ્યું, “જો તમે મારા કહ્યા પ્રમાણે કરો તો તમને દરેકને હજાર હજાર સેનામહોર આપું.” તો એ બોલ્યા; “બહુ સારું અમે તમારા સેવકે જ છીએ. આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે અમે કરીશું.' ત્યારે તે સંન્યાસીએ તેમને તે શિલા દેખાડીને કહ્યું: “મેં મારી તપશક્તિથી વનદેવતાનું આરાધન કર્યું, ત્યારે તેણે પ્રસન્ન થઈને મને આ નિધિ બતાવ્યે છે, તેથી હવે આના કકડા કરીને અને પુણ્યક્ષેત્રોમાં સદ્વ્યય કરવો છે, માટે તમે આના કકડા કરી આપે.” તે તપસ્વીની આ વાણી સાંભળીને તથા તે વિશાલ સેનાની શિલાને જોઈને લોભસાગરમાં મગ્ન થયેલા તે ચારે પરસ્પર વિચાર કરવા લાગ્યા; “આ સંન્યાસી કે ધૂર્ત છે. અને કેવી દંભરચના કરે છે? તે કહે છે કે મને દેવતાએ આ નિધિ દેખાયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537