________________ = 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 431 પર બેઠેલા પિલા વાંદરાએ જે અને ઓળખ્યા. તેથી તે વિચારવા લાગ્યો; “અહો ! આ તે અમારા ત્રણેયને ઉપકારી સુશર્મા બ્રાહ્મણ છે, તેની આવી અવસ્થા કેમ થઈ?” પછી તે વાંદરે લોકોના કહેવા પરથી બધી વાત જાણીને વિચાર્યું; “ખરેખર આ બ્રાહ્મણને પેિલા લુચ્ચા રૂદ્રદેવ સનીએ જ દુઃખમાં નાખ્યો જણાય છે, અને તે જ આને મરાવી નાખશે. માટે આ બ્રાહ્મણ કેઈ ઉપાયથી જીવે એમ કરું.” એમ વિચારતો તે વાંદર પિતાની સાથે કુવામાંથી બચેલ પિલા સપ પાસે ગયો અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સર્ષ બે; “ચિંતા ન કર, સર્વે સારું થશે” એમ કહીને તે સર્ષ રાજાના ઉદ્યાનમાં જઈને રાજાના કુળના બીજરૂપ ન્હાના રાજકુમાર વિક્રમસિંહને ડો . - તરત જ તે કુમાર શબની જેમ ચેતના રહિત થઈને પૃથ્વી પર પડી. રાજપુરુષોએ બૂમ પાડતાં પાડતાં રાજા પાસે જઈને બધું કહ્યું. રાજા પણ “હવે શું કરવું?” એ વિચારમાં મૂઢ બની ગયો. અનેક મંત્રવાદીઓને બોલાવ્યા. તેમણે પોતાના મંત્રબળથી જળ છાંટયું, અનેક ઉપચાર વગેરે કર્યા, પરંતુ તે સવ ઉખર ભૂમિમાં બીજની જેમ નિષ્ફળ થયા. રાજાના ચારે હાથ હેઠા પડ્યા. રાજા નિરાશ થો અને વિલાપ કરવા લાગ્યો. - તે અવસરે કોઈ ડાહ્યા માણસે રાજાને કહ્યું, “સ્વામી!. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust