________________ 434 : કથીરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે બ્રાહ્મણે અમારું વચન વિસરીને તેને પણ કાઢો, એટલે તે પણ પિતાનાં ઘેર ગયો. પછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરીને - પાછો વળે, ત્યારે વનમાં વાઘે તેને જોયો. તેણે બ્રાહ્મણને ઉપકાર સંભારીને આ આભૂષણે તેને આપ્યાં. તે લઈને તે બ્રાહ્મણ આ નગરમાં આવ્યું. સુશર્માને પેલે સોની ધનવાળે જાણીને કપટવૃત્તિથી પિતાના ઘેર લઈ ગયો અને તેની પાસેથી ઘરેણું લઈને તમારી પાસે આવી તેણે તમને વાત કરી. તમે પણ કાંઈ વિચાર કર્યા વિના જ તેની વિટંબના કરીને મારી નાખવાને આદેશ કર્યો, તેવી અવસ્થામાં આવેલા પિતાના ઉપકારી બ્રાહ્મણને જોઈને મારા મિત્ર વાનર તરત આવીને મને કહ્યું, તેથી આ અમારા ઉપકારીને દુખ દેનાર એવા તમને હું શી રીતે મૂકું ? શિષ્ટનું પાલન અને દુષ્ટને નિગ્રહ કરે એ નીતિને આદેશ છે.' તે સાંભળીને ભૂવલભનગરને રાજા સર્વ કેની સમક્ષ પિતાના આત્માની નિંદા કરતે તે સુશર્મા બ્રાહ્મણને તથા નાગને ખમાવવા લાગ્યો. અને “હવે જેવી તમારી આજ્ઞા હેાય તેમ હું કરું” એમ કહેવા લાગ્યા. ત્યારે નાગ બોલ્યો; “જે તું લાખ સોનામહેરની ભેટ સાથે સુંદર દશ ગામ બ્રાહ્મણને આપે તે હું રાજકુમારને ડું.” તે સાંભળીને રાજાએ તેમ કરવાને હા પાડી, ને બ્રાહ્મણની પૂજા કરી, એટલે તરત જ કુમાર સજજ થયા. રુદ્રદેવ સોનીની કૃતજનતા જોઈને રાજાએ તેને વધ કરવાની આજ્ઞા કરી, પણ તેને સુશર્મા બ્રાહ્મણે કૃપાથી છોડાવ્યું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust