________________ * 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા 429 સોની બેલ્યો; “મને બતાવે એટલે આપનું કાર્ય હું માથા સાટે કરી આપીશ.” સુશર્માએ તે સર્વ ઘરેણુ તેને બતાવ્યાં. તે જોઈને સોનીએ તે ઓળખ્યાં. તેનાં મનમાં વિચાર આવ્યું; “અહા ! રાજગાદીને વાગ્યે થયેલા અરિમર્દન રાજકુમારને વક્ર શિક્ષાવાળે અશ્વ કેટલાક દિવસ અગાઉ દર - દુર જગલમાં ખેંચી ગયેલ, ત્યારબાદ તે યુવરાજના કશા સમાચાર નહોતા, ત્યાં તેમને કંઈ એ મારી નાખ્યો હતો, એવી હકીકત હમણાં જાણુમાં આવી છે, ચોક્કસ ખબર મેળવવા ઘણી પ્રવૃત્તિ કરી, પણ હજુ સુધી કોઈ પણ નિશ્ચિત સમાચાર આવ્યા નથી. તેથી રાજાએ પડહ વગડાવ્યો છે કે, “જે કોઈ યુવરાજના જીવવાની કે મરણની શોધ કરી લાવશે તેના પર હું ઘણો પ્રસન્ન થઈશ અને મોટું ઈનામ આપીશ.” “આ પ્રમાણે ઘાષણ કરાવ્યા છતાં પણ હજુ સુધી તેના કોઈ ચોકકસ સમાચાર નથી. આજે શુદ્ધિ મળી છે, માટે હું રાજાને આ અલંકારો બતાવીને તેનો પ્રીતિપાત્ર થાઉં, અને રાજાને પ્રાસાદ મેળવું, આમાંથી થોડુંક ઘરેણું મારા હાથમાં પણ રહેશે. આ બ્રાહ્મણને મારે શું પ્રજન છે ? ઊલટો અહીં રહેશે ત્યાં સુધી ખાવા પીવાનો ખરચ કરાવશે.’ આમ મનમાં નક્કી કરી, રૂદ્રદેવ સોની તે અલંકારોને હાથમાં લઈને સુશર્માને કહેવા લાગ્યો; “દ્વિજપુંગવ! સુવર્ણની પરીક્ષા તો હું જાણું છું, પણ રત્નની પરીક્ષા હું જાણતો નથી, માટે આ આભૂષણે રત્નના વેપારીને બતાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust