________________ 428 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ધન મેળવ્યું જણાય છે, જેથી જે તેને કાંઈક વેચવું હશે, તે મારું કામ થશે.” એમ વિચારીને તે સોની તરત જ દુકાન પરથી નીચે ઉતરીને બ્રાહ્મણ પાસે જઈ, “અહો ! આજે મારાં ભાગ્ય ઉઘડ્યાં, આજ મારા ઘેર અણચિંતવી અમૃત વૃષ્ટિ થઈ, આજ મારા આંગણે કામધેનુ ગાય પોતાની મેળે જ આવી, અને આજ મારા સર્વે મને સફળ થયા, કે જેથી આજ તમારાં દર્શન મને થયાં.” એમ બોલતો તે સોની બ્રાહ્મણના પગમાં પડશે. તે ક્ષણવારે ઉઠીને હાથ જોડી વિનંતિ કરવા લાગ્યો; “હે બ્રાહ્મણ શ્રેષ્ઠ ! મારા ઘેર પધારે, આપનાં પગલાં કરીને મારું ઘર પવિત્ર કરે.” એ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક કહીને તે સેની સુશર્મા બ્રાહ્મણને પિતાના ઘેર લઈ ગયા. - મુગ્ધ બ્રાહ્મણ તેનાં ચાટુ વચનોને સાંભળીને પ્રસન્ન થઈ વિચારવા લાગ્યો; આ તો અત્યંત ગુણગ્રાહી જણાય છે, મારા કરેલા ઉપકારને ભૂલી ગયો નથી, તેથી ખાનદાન કુળને જણાય છે. આની પાસે મારે શા માટે આંતરું રાખવું જોઈએ ? આ મારું સર્વ કામ કરી આપશે; માટે વાઘે આપેલા સર્વ અલંકારે હું આને જ દેખાડું. આના જ હાથમાં આપીને તેનું રોકડ નાણું કરું.” મનમાં આવે વિચાર કરીને તે સુશર્માએ તેને કહ્યું“મારી પાસે કેઈએ આપેલાં ઘરેણાં છે, તે વેચીને મને નાણાં કરી આપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust