________________ લક્ષ્મીદેવીની આસુરી માયા : 427, લાખો રૂપિયાના મૂલ્યના અલંકારે તે બ્રાહ્મણને આપીને કહ્યું “હે દ્વિજવર ! અમને ત્રણેને બહાર કાઢયા પછી તે સનીને તમે કાઢો હતો કે નહીં?” બ્રાહ્મણે કહ્યું, “તે સોનીએ અત્યંત દીનતાપૂર્વક વિનંતિ કરી. એટલે મારા ચિત્તમાં ઘણું દયા આવી, તેથી મેં તેને કાઢો હતો.” ત્યારે વાઘ બોલ્યો; “તે આ ઠીક ન કર્યું, પણ હવે તેને સંગ કરવો નહીં. ' એમ કહીને તેને પ્રણામ કરીને તે વાઘ ગયા. સુશર્મા બ્રાહ્મણ પણ જિદગીનાં દારિદ્રયને નાશ કરનાર મહામૂલ્ય અલંકારોને લઈને ઉત્સાહ સહિત વાઘને આશીર્વાદ આપી આગળ ચાલ્યો. માર્ગમાં જતાં તેણે વિચાર્યું; “આગળ જતાં અત્યંત ભયાનક માર્ગ આવશે, તેમાં આ અલંકારે શી રીતે સચવાશે ? માટે બાજુના નગરમાં જઈને આ ઘરેણાં વેચી તેનું રોકડ નાણું કરી વેપારીની દુકાને તેની હૂંડી લખાવી નિર્ભયપણે હું ઘેર જાઉં.” આથી તે નજીકમાં આવેલા નગર તરફ ચાલ્યો. આગળ જતાં નગર આવ્યું, તેમાં તે પેઠે. તે ભૂવલભનગર હતું. તેના બજારમાં તે તેવા યોગ્ય માણસની શોધ કરતો આમ તેમ ફરતો હતો, ત્યાં સોની બજારમાં પોતાની દુકાને બેઠેલા પિલા રૂદ્રદેવ સોનીએ તેને જોયો. એટલે તે સોનીએ મનમાં વિચાર્યું; “જેણે મને કૂવામાંથી બહાર કાઢ હતો તે જ આ સુશર્મા બ્રાહ્મણ જણાય છે. એટલામાં તે બ્રાહ્મણના લુગડાની ગાંઠે ઘરેણાં જેવી ચીજનો ભાર જેઈને તે રૂદ્રદેવ સોનીએ ગણતરી કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust