________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 425 ડલા હવામી શ્રી કહેવાય કર્યો પ્રચલિત પણ છે, હું તમને તે કહું, તમે ધ્યાનપૂર્વક સાંભળે ! “પૂવેર દીર્ઘદંત અરણ્યમાં એક કૂવામાં વાઘ, વાનર, સર્પ અને સેની પડેલા હતા, તેમાંથી પહેલા ત્રણને કેઈ એક સુશર્મા નામના પ્રવાસી બ્રાહ્મણે બહાર કાઢયા ત્યારે તે ત્રણે જણ તે સુશર્માને પ્રણામ કરી કહેવા લાગ્યા; “હે દ્વિજવર ! તમે અમારા પર નિષ્કારણ ઉપકાર કર્યો છે. તેના બદલામાં અમે સેંકડો ઉપકાર કરીએ તે પણ તમારા ઉપકારનો બદલો વાળી શકીએ તેમ નથી, તથાપિ કઈ અવસરે કૃપા કરીને અમારે ઘેર પધારજો, યથાશક્તિ અમે આપની સેવા કરીશું, પણ આ કૂવામાં જે મનુષ્ય છે, તેને તમે કાઢશે નહિ; કેમકે તે જાતને સેની છે, માટે તે ઉપકારને અગ્ય છે. આ પ્રમાણે ઘણી વિજ્ઞપ્તિ કરીને તે વાઘ, વાનર અને સર્ષ પોતપોતાનાં સ્થાને ગયા. - ત્યાર પછી બ્રાહ્મણ શંકામાં પડ્યો અને વિચાર કરવા લાગ્યા, “આ સેનીને કાઠું કે નહી?? એવા સંશયરૂપી હિડેળા પર તેનું મન હીંચવા લાગ્યું. તે વખતે કૂવાની અંદર રહેલો રૂદ્રદેવ સોની બે વ્ય; “હે બ્રાહ્મણ! લોકોને ઉદ્વેગ કરનારા અને વિવેકરોહિત એવા વાઘ, વાનર અને સપને ઉદ્ધાર તમે તરત જ કર્યો અને મને કાઢતાં વિલંબ કેમ કરો છો ? હું તો મનુષ્ય છું, શું સર્ષ, વાનર ને વાઘથી પણ હું વધારે દુષ્ટ છું ? શું હું તમારા ઉપકારને ભૂલી જઈશ ? માટે મને ઢેક; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust