________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીના આજીજી લક્ષ્મીદેવીની આસુરી માયા : 423 થઈને કાર્ય કરીશું. તમે પણ મારા હાથની કુશળતા જોશ, કે આજ રાત્રીમાં તે તે બધાયના કકડા કરીને તમને સાંપી દઈશ. પછી જેવી મારી મહેનત તમને લાગે, તેવું મને પ્રસન્નતાથી ઈનામ આપજે, હું તો તમારે સેવક છું. તમારી અનુવૃત્તિથી જ જીવું છું. તમારું કામ મારા માથા સાટે કરીશ.” આ પ્રમાણે કહી તેમનાં મનનું રંજન કરીને તે સેની પેલા આવેલા ચારોને પિતાના ઘરમાં લઈ ગયો. પછી પાન-સોપારી, ઈત્યાદિથી તેમને સત્કાર કરી તેણે પોતાના મકાનનાં ઉપલા મજલા ઉપર જઈને ઘઉંને આટો, ઘી, ગાળ વગેરે લઈ સુંદર સાત લાડુ બનાવ્યા. તેમાં છ લાડુ મોટા કર્યો તેમાં વિષ નાખ્યું, અને સાતમે પિતાને માટે વિષરહિત બનાવ્યું. એ પ્રમાણે તૈયારી કરી તેમને પાંદડામાં બાંધી અથાણું વગેરે પણ તેમાં નાંખી ગાંઠ બાંધી, હથોડા તથા છીણીઓ લઈ ચરોની સાથે તે લોભદત્ત સેની ઘેરથી નીકળ્યો. પછી તે સવે શીવ્ર ગતિથી પેલી શિલા પાસે ગયા, ત્યાં તે ચોરોએ સનીને તે સુવર્ણની શિલા બતાવી. - તે પણ તેને જોઈને તથા સ્પર્શ કરીને મનમાં લાભની લાતના પ્રહારથી વિહ્વળ થઈ લાડુની ગાંઠ છોડીને પિતાને વિષરહિત લાડુ પોતાના હાથમાં લઈ તેણે પેલા ચેરેને કહ્યું, “તમે બધા ભાગ્યશાળી છે, તમારા ઉપર વિશ્વભર તુષ્ટમાન થયા જણાય છે, કે જેથી આટલું બધું અપરિમિત સુવર્ણ તમારા હાથમાં આવ્યું. માટે તમે ભાગ્યશાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust