________________ લક્ષ્મીદેવીની આસુરી માયા : 421 દર પ્રદેશમાં દાટીને પાસના કનકપુર નગરમાં તે બધો લેભદત્ત સેનને ઘેર ગયા. ને ઘર બહાર ઊભા રહી, સનીને બોલાવ્યો, તે પણ તેમનો શબ્દ સાંભળીને તરતજ બહાર આવી છે ; “આવો, આવે, ઘરમાં આવી શું લાવ્યા છે તે બતાવે.” તે સાંભળીને ચારે બોલ્યા, “અરે લાવ્યા, લાવ્યા, શું કહે છે? તમારું અને અમારું દારિદ્રય જાય એવો એક નિધિ હાથ કરીને તમને બોલાવવા આવ્યા છીએ, તેથી ઘણ અને છીણીઓ લઈને જલદી ચાલે, વિલંબ કરો નહીં, એક ઘડી જાય છે તે લાખની જાય છે, ફરી આવશે નહીં, માટે ઉતાવળ કરે.” - તે સાંભળી સોની બેલ્યો; “બહુ સારું, હું તે તમારા આદેશને આધીન છું, પરંતુ તમે મને કહો કે, ક્યા સ્થાને કેવી રીતને નિધિ તમે જે છે? અને તેમાં શું છે ? તમે હાથ કર્યાનું કહો છે, તે કેમ તે અહીં લઈ આવ્યા નહીં ? કેટલું ધન છે? એ સર્વ વાત કહે કે જેથી હું પણ તેને એગ્ય સામગ્રી તૈયાર કરીને પછી આવું.” ત્યારે તે ચોરોએ તેની પાસે સર્વ હકીકત સ્પષ્ટ રીતે કહી બતાવી. તે સાંભળી મનમાં આશ્ચર્ય પામીને લેભદત્ત વિચાર્યું; ચેરની વાત ખોટી હેય નહી. લોકોમાં કહેવાય છે કે ચરલોકમાં બત્રીસ લક્ષણ હોય છે. પૂર્ણ ખાતરી વિના આ લેકે અહીં આવે નહિ. હવે હું આ લોકોની સાથે જઈશ અને તેઓના કહેવા પ્રમાણે કકડા કરી આપીશ, ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust