________________ * 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 419 પણ આ તે પૂર્વે કેઈ રાજાએ સુવર્ણના રસથી આ શિલા બનાવીને પૃથ્વીમાં નિધિપણે સ્થાપના કરી હશે, પછી ઘણો કાળ જવાથી અને ખૂબ વરસાદ વગેરે થવાથી ઉપરની માટી ધોવાઈ ગઈ હશે અને પવનથી તેને એક ખૂણે ઉઘાડો થયો હશે, એવામાં આ બા ભમતો ભમતો અહીં આવી ચડ્યો છે અને આ શિલાનો ખૂણો જોઈને લેભથી તેને પિતાની માનીને રહ્યો છે. આ આખી શિલાને તે તે લઈ શકે તેમ નથી, તેના કકડા કરાવવા માટે આપણી પાસે માયાથી કેવી બનાવટી વાત કરે છે? અને કહે છે કે, તમને દરેકને હજાર હજાર સોનામહોર આપીશ. પણ અર્થે, ત્રીજે, ચોથે, પાંચ કે સાતમે ભાગ આપીશ એમ તો કાંઈ કહેતું જ નથી; સર્વ હું એકલો જ લઈ જઈશ એમ કહે છે. શું આ એના બાપનું ધન છે કે જેથી આ પ્રમાણે આપણને છેતરે છે? માટે આને હણીને આપણે જ બધું લઈ લઈએ.” . તે સાંભળી તેમાંનાં એક જણે કહ્યું, “આ તપસ્વી છે. સંન્યાસી સાધુ કહેવાય એને કેમ મરાય?” ત્યારે બીજે બે ; “આનું તપસ્વીપણું તે ગયું, આ તે વંચક અને ધૂત આપણે જે જ છે. આપણે ચોર છીએ ને આ ધૂત છે, માટે તે અને આપણે બંને પરધનને હરણ કરનારા છીએ. તેથી આને મારવામાં શું દેષ છે? આ સર્વ ધન જે આપણા હાથમાં આવે તે આપણે બધા મોટા રાજા થઈ જઈએ. અને ચોરીનું કામ છૂટી જાય; માટે હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust