________________ 422 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેઓ મને તે એક ઘડી, બે ઘડી કે ઘણામાં ઘણી ત્રણ ઘડી જેટલું સોનું આપશે અને સાત પેઢી સુધી ચાલે તેટલું ધન તો આ સર્વે ગ્રહણ કરશે. ઘણું ધન હોવાથી ઘેર અધું પણ આવશે નહિ. “રાંધનારીને ધૂમાડ” એ કહેવત પ્રમાણે હું તે થોડુંક જ લઈને ઘેર આવીશ. તેથી હું બુદ્ધિવડે એવું કરું કે તે સર્વ ધન મારું થાય, ત્યારે જ મારી બુદ્ધિની કુશળતા વખાણવા લાયક કહેવાય. આ ચરો પારકાં ધનને હરણ કરનારા અને સર્વને દુઃખ દેનારા છે, તેથી તેઓને ઠગવામાં શું દોષ છે? ઘણા લોકોને દુખ આપનારાઓને તે નિગ્રહ કરે જ જોઈએ, એમ નીતિશાસ્ત્ર પણ કહે છે. વળી તે ધન પણ આ ચેરેનાં બાપદાદાએ કાંઈ થાપણ મૂકેલું નથી, કે જેથી લોકવિરુદ્ધ કર્યાનું પણ પાપ લાગે. તેથી આ બધા ચોરોનો નિગ્રહ કરીને તે સર્વ ધન હું મારે સ્વાધીન કરી લઉં. મારા ભાગ્ય વડે આકર્ષાઈને જ આ લોકો અહીં મને કહેવા આવ્યા છે, માટે મુખમાં આવેલ કોળી કેમ છેડી દઉં ?" - આ પ્રમાણે વિચારીને લેભદત્ત સનીએ ચોરને કહ્યું “આજે હજુ મેં ભોજન કર્યું નથી, ભેજન હવે તૈયાર છે, તમે પણ ભૂખ્યા હશે, કામ પણ ઘણું મહેનતનું છે, વળી ભૂખ હોય ત્યાં સુધી શરીર કૃતિથી કામ આપતું પણ નથી. તેથી માત્ર બે ઘડી અહી તમે બેસે, તેટલામાં હું પુષ્કળ ઘીવાળા લાડુ બનાવી લઉં. પછી તે લાડવાઓને લઈને આપણે જઈએ, ત્યાં જઈને લાડવા ખાઈ સ્વસ્થ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust