________________ કર૦ : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 વધારે વિચાર ન કરતાં અને હાથીને સર્વ ધન લઈ લઈએ.' આ પ્રમાણે નિશ્ચય કરી બે જણાએ તે તાપસને વાતામાં નાખ્યા, અને એક જણાએ પાછળથી તરવારને ઘા કરીને તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તે સર્વે ચારે 'શિલા પાસે ગયા. તેને પિતાના હાથવડે સ્પર્શ કર્યો તે સુવર્ણના રસમય તે શિલા ઘણું મટી જણાઈ. ત્યારે તેઓએ વિચાર કર્યો; “આ શિલા આપણી પાસેના તરવાર, ભાલા આદિ શસ્ત્રોવડે કાપી શકાય તેવી નથી. અને આખી તે કઈ લઈ શકે તેમ નથી. પરંતુ આ રાત્રિમાં જ જેટલું લેવાય તેટલું આપણું છે, કેમ કે દિવસ ઉગ્ય કે પછી અનેક વિદને આવશે. ત્યારે એક જણ બોલ્યા, “ઘણુ અને છીણીઓ વિના આપણું ઇચ્છિત કાર્ય થઈ શકે તેમ નથી, માટે આ ગામમાં લાભદત્ત સેની છે, તે આપણે પરિચિત અને વિશ્વાસના સ્થાન જેવો છે. તેથી તેની પાસે જઈને આ ગુપ્ત વાત કરીએ, અને ઘણું છીણુઓ વગેરે સહિત તેને જ અહી લાવીને આના કકડા કરાવીએ, તે આપણું ધાર્યું કાર્ય પાર પડે. તે સનીને પણ તેની ઈચ્છાથી અધિક ધન આપીને આપણે પ્રસન્ન કરીશું.” ( આ પ્રમાણે અનુકૂળ વાત સાંભળીને તે સર્વે એકમત થયા. ત્યારે એક બેલ્યો; “આ ત્રણ મડદાને દૂર નાખીને જઈએ તે સારું, કેમકે તેમ કરવાથી આ વાતની ખબર કોઈને ન પડે.” આ નિશ્ચય કરીને તે ત્રણે મડદાને અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust