________________ 424 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ચાંચીઓ પુરુષમાં અગ્રેસર છે. તમારા કારણે આજ મારું પણ દારિદ્રય નાશ પામ્યું છે, પરંતુ પ્રથમ (શતં વિહાય ક્તચં) સો કામ મૂકીને ભોજન કરવું એ નીતિશાસ્ત્રનાં વચનને અંગીકાર કરીને આ ઘીવાળા લાડવાઓ તમે ખાઈ લે, ખાધા પછી સજજ થઈને દારિદ્રયનો નાશ કરનારી આ શિલાના કકડા કરવા હું તૈયારી કરીશ.” આમ કહીને તેણે પેલા છ ચોરોને એક એક મોદક આખ્યો. - તે ચોરોએ પણ પોતાના આયુષ્યને અંત લાવનાર તે મેદકે ખૂબ આનંદથી ખાધા અને તૃપ્ત થયા. પછી સોનીએ કહ્યું“મારી સાથે કૂવાને કાંઠે ચાલો, હું પાણી સીંચું, તે પીને હાથ પગ ધોઈ કામને માટે તૈયાર થઈ જાઓ.” ત્યારે તે સર્વે કૂવા પાસે ગયા. સોનીએ કુવામાંથી જળ કાઢીને જળપાન કરાવ્યું અને પિતે પણ પીધું. તે વખતે જળ પીવાથી તે સોનીને જંગલ જવાની ઈચ્છા થઈ તેથી તે જળપાત્ર લઈને દેહચિંતા માટે ગયે. ચોરે એકઠા થઈને વિચાર કરવા લાગ્યા; “હવે આપણે શિલાના કકડા કરવા માંડીશું.” નીતિશાસ્ત્રને જાણનાર એક જણે કહ્યું; “આપણે એક કામ ઠીક ન કર્યું.” બીજાએ પૂછયું, “શું?” તેણે કહ્યું સોનીને આપણે અહીં લાવ્યા, અને તેને સુવર્ણ બતાવ્યું તે ઠીક ન કર્યું. શાસ્ત્રમાં તેમજ લોકમાં પણ પ્રસિદ્ધ છે કે સનીને વિશ્વાસ ન કરો.” - “પૂર્વે મેં . એક વાત સાંભળી છે. અને તે વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust