________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 417 એ પ્રમાણે વિચારીને તે આમતેમ જોવા લાગ્યો તે તે બને રાજસુભટોને તેણે મરેલા પડેલા જોયા. તે બનેને જોઈને તેણે વિચાર્યું; “ખરેખર આ ધનને માટે જ આ બને પરસ્પર શસ્ત્રના ઘાતથી મરણ પામ્યા જણાય છે. માર્ગની સમીપે રહેલું આ ધન અહીં ગુપ્ત રહી શકે તેમ નથી તેથી અહીં રાખવા યોગ્ય પણ નથી. તેમ જ આ બધું કઈથી ઉપાડી શકાય તેમ પણ નથી તેથી જે આના કકડા કરીને કેાઈ ગુપ્તસ્થાને પૃથ્વીમાં નાખી તેના પર મઠ કરીને તેમાં હું નિવાસ કરું, તે ચિંતિત અર્થની અવશ્ય સિદ્ધિ થાય. પરંતુ છીણી, હાડી, ઘણ વગેરે લોઢાના હથિયાર વિના આના કકડા શી રીતે થાય? તેથી કોઈની પાસેથી તે માગી લાવીને પછી ઈચ્છિત કાર્ય કરું; પરંતુ હવે તે રાત્રિના સમય થઈ ગયો છે, શું કરું? ક્યાં જાઉં? જે કદાચ આને છેડીને ગામમાં હથિયાર લેવા જાઉં, તો કેઈ બળવાન માણસ આવીને આના માલિક થઈ જાય, તે ચિત્તવેલું સર્વ કાર્ય નિષ્ફળ થાય.” આમ તે તપસ્વી સંક૯પ વિકલ્પના સાગરમાં ડૂબી ગયો; તેવામાં વિવિધ શસ્ત્રોને હાથમાં રાખીને છ ચાર કઈ ગામમાં રાતના સમયે ખાતર પાડવા માટે જતા ત્યાં થઈને નીકળ્યા, તેઓએ આ નગ્ન બાવાને જોઈને તેને નમીને કહ્યું; “એ તપસ્વી ! આ જળ અને મનુષ્યરહિત અરણ્યમાં તમે શી રીતે રહો છો?” આ પ્રમાણે તે ચરેનું વચન સાંભળીને તે તપસ્વીએ કહ્યું; “અમારા જેવા નિઃસંગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust