________________ 416 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પડયા. અને અતિ તીણ પ્રહાર વાગવાથી એક ઘડીમાં જ તેઓ મરણ પામ્યા. તે વખતે વૃક્ષના કુંજમાં બેઠેલી લમીએ સરસ્વતીને કહ્યું, “ધનના અથઓનું ચરિત્ર જોયું કે? હજુ આગળ પણ જોજો કે શું શું થાય છે ?" - ત્યાર પછી બે ઘડી દિવસ અવશેષ રહ્યો ત્યારે સંસારત્યાગી સન્યાસી અવધૂતના વેષને ધારણ કરનાર એક નગ્ન તપસ્વી હાથમાં ભમને ગળે રાખીને તે માગે નીકળે. તેણે પણ સૂર્યના તેજથી ઉત્તેજીત એવા તે શિલાના પ્રદેશને જોઈને મનમાં વિચાર્યું; “આ મહા અરણ્યમાં સૂર્યના કિરણેના જેવું તેજસ્વી શું દેખાય છે? હું જોઉં તે ખો. કાંઈક આશ્ચર્યકારક જણાય છે.”કૌતુકથી તે સંન્યાસી શિલાની તરફ ચાલ્યો. અનુક્રમે તે શિલાની પાસે આવ્યા, તો તેણે તે શિલાને એક ખૂણે જોયો અને આશ્ચર્ય પામી તે પોતાના હાથ વડે ધૂળને દૂર કરવા લાગ્યો, ત્યારે ઘણી મોટી તે શિલા જણાઈ. તેથી તે તપસ્વીનું ચિત્ત લેભરૂપી પંકથી મલીન થયું. તે મનમાં વિચાર કરવા લાગ્યો; “ઓહ! આટલું બધું ધન અહીં છે, આને લાભ થવાથી તે રાજરાજેશ્વરનું સુખ અનુભવાય તેમ છે, જેને માટે આટલું બધું તપશ્ચર્યાનું કષ્ટ કરું છું, તે તે અહીં જ પ્રાપ્ત થયું માટે મારે હવે અહીં જ રહેવું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust