________________ 414 H કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 છે?” ત્યારે તે જવાબ આપ્યો હતો કે, “તું જ જા, તારા પૂર્વજોએ થાપણ મૂકી હશે, તેનું પિટકું બાંધીને ઘેર આવજે. મારે ભાગ લે નથી, માટે મને આપીશ નહીં.' આમ કહીને તું તો આગળ ચાલતો થયો હતો. અને હવે પાછા ભાગ માગે છે? તો શું તારું જ કહેલું તું ભૂલી ગ? હું તે સાહસ કરીને અહીં આવ્યો. મારા પુણ્યના ઉદયથી મને આ પ્રાપ્ત થયું છે, તેથી આ મારુ જ છે. તારું આમાં શું લાગે ? જેમ આવ્યું તેમ પાછો ઘેર ચાલ્યો જા. આમાંથી એક ફૂટી કેડી જેટલું પણ હું તને આપીશ નહિં. ફોગટ શા માટે ઊભે છે ? અહીંથી ચાલ્યો જા. નહીં તે માટે અને તારે સંબંધ રહેશે નહીં.' આવાં કઠેર તેનાં વચનોને સાંબળીને લોભને વશ થયેલે પેલો સુભટ પણ ક્રોધથી ધમધમતે તેને કહેવા લાગ્યો; “રે મૂખરાજ શા માટે મારે ભાગ નહીં આપે? હું અને તું એક જ સજાના સેવકો છીએ. રાજાએ એક જ કાર્ય માટે આપણને મોકલ્યા છે. તેમાં લાભ કે હાનિ, સુખ કે દુખ જે કાંઈ થાય તે આપણે બંનેએ લેવાનું અને સહન કરવાનું છે. એક જ સ્વામીએ એક જ કાર્યને માટે ફરમાવેલા સેવકોને જે કાંઈ લાભ થાય છે, તે સર્વ વહેંચી જ લેવાય છે, એ પ્રમાણે રાજનીતિ છે; તે શું તું ભૂલી ગયે! માટે હું તો તારા માથા પર પગ મૂકીને આમાંથી અર્ધો ભાગ લઈશ. જે આ ધનને ભાગ આપીશ તે આપણું પ્રીતિ ગાઢ અને અચળ રહેશે, નહીં તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust