________________ 412 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સુભટ રેતીના ઢગલાઓને હાથવડે દૂર કરવા લાગ્યો અને જોયું તો તે અપરિમિત મોટી શિલા જોઈને અત્યંત હર્ષને લીધે ગાંડા જેવો થઈ જઈ વિચારવા લાગ્યો; “અહે ! મારું અદભુત ભાગ્ય છે કે જેથી મને આવું નિધાન પ્રાપ્ત થયું. મારા પર આજ દેવ તુષ્ટમાન થયું છે. આટલા લાભથી તે હું રાજ્ય કરીશ. આ ધનના પ્રભાવથી હાથી, ઘેાડી, પાયદળ વગેરે સૈન્ય તૈયાર કરીશ. પછી બળવાન થઈ બાજુના દેશને વિજય મેળવીને ત્યાં રાજ્ય કરીશ.” આ પ્રમાણે મધના ઘડાને ઉપાડનાર શેખચલ્લી પુરુષની જેમ આdધ્યાનમાં તલ્લીન થઈને તે ફરીથી વિચાર કરવા લાગ્યા; “કઈ પણ ઉપાયથી આ સુવર્ણને ગ્રહણ કરું.” આમ વિચારતો તે ત્યાં જ ઊભો રહ્યો અને અનેક પ્રકારના તર્ક-વિતર્કમાં ગર્ભ થઈ ગયો. બીજે સુભટ કે જે ગામ તરફ ચાલ્યું જ હતું, તે કેટલેક દૂર જઈને વિચાર કરવા લાગ્યો; “રાજાએ અમને બંનેને રાજકાર્યને માટે આજ્ઞા કરીને મોકલ્યા હતા, તેમાંથી હું એકલો જઈને રાજાને વૃત્તાંત નિવેદન કરીશ, ત્યારે રાજા મને પૂછશે કે, તારી સાથે બીજો હતો તે કયાં ગો? તે વખતે હું શું જવાબ આપીશ ? ખરો જવાબ આપવાથી શું થશે તે શી રીતે જાણી શકાય? માટે એકલા જવું યોગ્ય નથી, એટલે તેને લઈને જ જાઉં.” આમ મનમાં નકકી કરીને તે સુભટ પાછા વળીને કઈ ઊંચે સ્થાને ચડીને પેલા શેખચલ્લીને મોટા ઘાંટા પાડી બોલાવવા લાગ્યો. તે પેલાએ સાંભળ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust