________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 415 પીવાને અસમર્થ, પણ ઢાળવાને તો સમર્થ એ ન્યાયની જેમ રાજાની પાસે સવ નિવેદન કરીને તારા પૂર્વે સંચય કરેલા ધન સહિત આ બધું પડાવી લેવડાવીશ, અને તને કારાગૃહમાં નંખાવીશ. માટે મને અર્ધો ભાગ આપ.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પેલા શેખચલ્લીએ વિચાયું; “ખરેખર જે આને હું ભાગ નહીં આપે તો તે ઉપાધિ કરશે, પરંતુ આ અપરિમિત ધન મને પ્રાપ્ત થયું છે, તે આને શી રીતે દઈ પણ શકાય ! માટે જો હું આને મારી નાખું તે પછી આ ધન મારું જ થાય અને બીજે કઈ જાણે પણ નહીં. રાજા પૂછશે તો તેને એ ઉત્તર આપીશ કે માર્ગમાં આવતાં અચિંત્યે વાઘ આવીને તેને ખાઈ ગયે, અને હું તે નાસીને આવતે રહ્યો. એ પ્રમાણે જવાબ આપીશ. બીજું કોઈ જાણતું નથી, તેથી રાજાને આ વાતની ખબર પડશે નહીં. માટે આને મારી નાખવાથી જ મારે વિચાર સફળ થશે.” આવો નિશ્ચય કરીને ક્રોધથી નેત્રાને લાલ કરી, અને ગાળો દેતે તે શેખચલી પેલા પાછળથી આવેલા સુભટને મારવા માટે મ્યાનમાંથી તલવાર કાઢીને દેડ્યો, અને કહેવા લાગ્યો; “મારા ધનની જે તારે ઈચ્છા હોય તે તૈયાર થા, તને ધન આપું.” એમ બોલતે તે તેની સામે તલવાર કાઢીને ગાળો દેતે સામે દોડયો. બંને જણ સામસામા યુદ્ધ પર આવી ગયા, અને તરત એક સાથે જ ક્રોધથી એક બીજાના મર્મસ્થાનમાં બંનેએ તલવારના પ્રહાર કર્યો, જેથી તે બંને ભૂમિ પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust