________________ 48 : કંથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 * * તું સર્વથા નિરાશ પણ કરતી નથી; પરંતુ જે કઈ શાસ્ત્રના અભ્યાસ કરતાં ખેદ પામીને તારાથી વિમુખ થાય છે, તેઓ તારો ત્યાગ કરે છે, તારું નામ પણ ગ્રહણ કરતા નથી. વળી જે ઓ તા પર અત્યંત આસક્ત છે, તેઓ પણ મને તે ઇરછે છે જ. શાસ્ત્રનો અભ્યાસ પણ મને મેળવવા માટે કરે છે. નિર્ગુણ પુરુષોમાં અનેક પ્રકારે અછતા ગુણેને પણ આરોપ કરીને મારે માટે જ તેમની સ્તુતિ (પ્રશંસા ) કરે છે. એમ કરતાં જે કદાચ તેમને મારી સંગ થાય છે, તો તેઓ ગર્વ સહિત પ્રકુલિત થાય છે, નહીં તો ખેદ પામે છે, અને ફરીથી પણ મારે માટે જ વિવિધ પ્રકારની વિદ્વત્તા ભરેલી ચતુરાઈ બતાવે છે, તેમ કરતાં પણ જે મારી પ્રાપ્તિ ન થાય તે અનેક પ્રકારની ખુશામત કરે છે, નહીં કરવા લાયક કાર્યો કરે છે, નહીં સેવવા લાયકની સેવા કરે છે. વિદ્વાનોમાં જે કાંઈ દૂષણ હોય છે, તે દૂષણ પણે જ નિંદાય છે, પણ જેઓ મારા સંગવાળા છે, તેઓના તે દોષ પણ ગુણપણે ગવાય છે; અને મારાથી જે રહિત છે, તેના ગુણો પણ દેષરૂપ જ કહેવાય છે. સર્વે લોકે મારી (લક્ષ્મીની) પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના ઉપાવડે ઉદ્યમ કરે છે. અત્યંત દુષ્કર ક્રિયાથી સાધ્ય થાય એવાં કાર્યો પણ ઉત્સાહથી કરે છે, તેમાં જે કદાચ પાપના ઉદયને લીધે તે સિદ્ધ ન થાય, તે પણ તેને મૂકતા નથી. સેંકડે અને હજારો વાર નિષ્ફળ થાય, મહાકષ્ટને પામે અને પ્રાણુના સંકટમાં આવી પડે, તે પણ મારી ઇચ્છા મૂકતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust