________________ 402 : કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 શેઠે રાજાને કાંઈક મોટો અપરાધ કર્યો હશે, તેથી અત્યંત કપ પામેલા રાજાએ સભા સમક્ષ આદેશ કર્યો છે કે, “સવે રાજસેવકે તથા નગરના લેકે સ્વેચ્છાથી આ ગુન્હેગારનું ઘર લુંટી લ્યો, તેમાંથી જે માણસ જે જે વસ્તુ લઈ જશે તે તે વસ્તુ તેની થશે, તેમાં અમારા તરફથી કોઈ પણ પ્રકારના ભયની શંકા રાખવી નહીં.' આવો આદેશ થવાથી સર્વે લેકે તેનું ઘર લુંટવા લાગ્યા છે, લોકોએ ઘણું લૂંટયું તે પણ હજુ ઘણું છે, તમે કેમ જતા નથી ? જાઓ, જાઓ, ત્યાં જઈને મરજીમાં આવે તે ચીજ ગ્રહણ કરે. કેઈ પણ ત્યાં રોકતું નથી ? આવા અવસર ફરી ફરીને જ્યાંથી મળશે? અહીં બેસીને આમ ધર્મકથા સાંભળવાથી શું હાથમાં આવશે ?" આ રીતે તેઓએ ઉત્સાહિત ક્ય, એટલે તેમાં લોભીજન હતા તે સાંભળવાનું છોડી એકદમ દેડતા ત્યાં ગયા. એટલામાં કેટલાક બ્રાહ્મણે કેટલાક વસ્ત્ર વગેરે લઈને તે તરફ નીકળ્યા; તેમને કથા સાંભળવા બેઠેલા પંડિતોએ તથા બીજા બ્રાહ્મણોએ પૂછ્યું, “આ કેના ઘેરથી લાવ્યા?” એટલે તેઓએ કહ્યું, “આપણું રાજા અરિમર્દનના મંત્રી મતિધનનો પુત્ર માંદો હતો તે નિરોગી થયે છે, મરતાં મરતાં જ બચ્યો છે, તેથી આજે તેને માથે પાણી નાખે છે, તેથી મંત્રીશ્વર મતિધન આજે દરેક બ્રાહ્મણને પાંચ પાંચ વસ્ત્રો, સુંદર ભોજન અને એક એક સોનામહોર આપે છે, તમે અહીં કેમ બેસી રહ્યા છે? કેમ જતા નથી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust