________________ 400 : કથાન મજદૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આપણાં ભાગ્યના વશથી આ ડોશીમા જગમ નિધાનની જેમ આવેલા છે. કોઈ પણ તેને ઓળખતું નથી. કોઈ તેને જાણતું નથી, પ્રથમ જ આપણા ઘેર આવી છે. તેની પાસે આવાં પાત્ર, વસ્ત્ર અને આભૂષણે ઘણું છે, માટે તેને વશ કરીને આપણે ત્યાં રાખે.” તે વાત સાંભળીને લાભથી વિહળ થયેલો ભાદત્ત શેઠ, શેઠાણ સહિત તે માજી પાસે ગયો. તેને પ્રણામ કરી શ્રેષ્ઠી કહેવા લાગ્યા માતાજી! તમે કયા દેશથી પધારે છે? તમે કુશળ છે? શું તમારે કઈ પરિચારક નથી?” જવાબમાં તે ડોશીમા બોલીઃ “હે ભાઈ! પહેલાં તે મારે આવું જ ઘર, ધન અને સ્વજન વગેરે એટલું બધું હતું કે તેટલું રાજાને પણ ન હોય, પરંતુ હમણાં તો કેવળ એકલી જ છું. સવે સંસારી જીવોના કર્મની ગતિ વિચિત્ર છે. કહ્યું છે કે બાંધેલા કર્મને ભેગવ્યા વિના સેંકડો અને કરોડો યુગવડે પણ ક્ષય થતો નથી; શુભ કે અશુભ જે કર્મ કર્યો હોય, તે અવશ્ય જોગવવાં જ પડે છે. માટે ભાઈ! કમના દોષે હું આવી વૃદ્ધાવસ્થાની દશાને પામી છું. શું કરવું?” તે સાંભળીને ભાનુદન્ત શેઠે કહ્ય; “માજી ! આજથી તમારે કાંઈ પણ ચિંતા ન કરવી, કોઈ જાતનો ખેદ ન કરે, મારા ઘરના આ બધાયને તમારે તમારા પુત્રની જેમ જ જાણવા, હું પણ તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તનાર છું, એમ સમજવું. તેમાં તમારે કંઈ પણ સંદેહ રાખ નહીં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust