________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 399 . લાગ્યા, “જલદી ઘરમાં આવો, ઘણું મોટું કામ આવી પડ્યું છે.” ત્યારે શેઠે વિચાર કર્યો; “ખરેખર કાંઈક મહત્વનું કાર્ય જણાય છે, નહીં તો લાજ છોડીને આટલા બધા લોકે બેઠાં છતાં ઘરનું માણસ મે બહાર કાઢીને આ રીતે કેમ બેલાવે ? માટે મારે અવશ્ય જવું જોઈએ.” એમ વિચારીને ભાનુદત્ત ત્યાંથી ઉઠયા. ને જલદી ઘરમાં આવીને બોલ્યા; બોલ, બાલ, કેમ ધર્મશ્રવણમાં અંતરાય કરીને મને બોલાવ્યા ?" શેઠાણી બેલી; “તમે આમ આકરા કેમ થઈ જાઓ છો ? ધીરજ રાખો. આપણું ભાગ્ય ઉઘડયું છે. એક વૃદ્ધ માતા આવી છે.” શેઠે કહ્યું; “કોણ ! તારી મા આવી છે?” એમ બોલતાં શેઠ ઘરમાં ગયા. એટલે શેઠાણીએ પેલું પાત્ર દેખાડ્યું. તે જોતાં જ લોહચુંબક ઉપર જેમ લેઢાનું આકર્ષણ થાય તેમ આકર્ષણ થવાથી પેલા બ્રાહ્મણ પંડિતની ધર્મકથાનાં શ્રવણને શેઠ ભૂલી ગયા અને બોલ્યા, કઈ પણ વખત નહીં જોયેલું આ પાત્ર કયાંથી ?" જવાબમાં મનેરમા શેઠાણીએ કહ્યું: “સ્વામી ! હમણાં કથાને આપણે સાંભળતા હતા, ત્યારે એક કઈ પરદેશી ડેશી આવી, તેણે આપણા આંગણામાં ઊભા રહીને પાણી માગ્યું, ત્યારે મેં મોટી વહુને આજ્ઞા કરી કે; “જે જે, કેણ આવું કટુ વચન બોલીને ધર્મશ્રવણમાં અંતરાય કરે છે? તેને જે જોઈએ તે આપીને રજા દઈ આવ. ઈત્યાદિ સર્વ વૃત્તાંત ભાનુદત્ત શ્રેષ્ઠીને જણાવીને શેઠાણીએ કહ્યું, “સ્વામી ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust