________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 397 સમાન છે. તમારે મને પુત્રી તરીકે જ ગણવી. અમારાં મોટા ભાગ્યનો ઉદય થયો કે જેથી તીર્થ સ્વરૂપે તમે અમારાં ઘેર પધાર્યા. આ મારી ચારે વહુઓ તમારી દાસીતુલ્ય છે, તે તમારી આજ્ઞા પ્રમાણે વર્તશે. ખાન, પાન, સનાન, શમ્યા પાથરવી, ઉપાડવી વગેરે જે કામકાજ હોય તે તમારે નિઃશંક રીતે અમને કહેવું, તે સર્વ કામ અમે સવે હર્ષથી શિરોમાન્ય કરીશું. તે સાંભળીને તે ડોશી બોલી, “ભદ્ર! તું કહે છે તે ઘણું ઠીક છે, પરંતુ તારો પતિ આવીને બહુ માનપૂર્વક આદરથી મને રાખે, તો હું સ્થિરચિતે રહું, કેમકે સામાનાં ચિત્તની પ્રસન્નતા વિના કોઈનાં ઘેર રહેવું ઠીક નહીં. - તે સાંભળીને શેઠાણી બોલી, “એમ કરવામાં જે તમારાં મનની પ્રસન્નતા થતી હોય, તે તે અતિ સુખપૂર્વક થઈ શકે તેમ છે. મારા સ્વામી આવા કાર્યમાં અત્યંત પ્રસન્ન તથા ઉત્સાહવાળા છે. અને પોતે અંગીકાર કરેલાને ઉમંગપૂર્વક નિર્વાહ કરે છે. ત્યારે તે વૃદ્ધા બેલી; “જે એમ હેય તે પણ તેની અનુજ્ઞા વિના મારાથી અહીં રહી શકાશે નહીં.” મનોરમા શેઠાણીએ જવાબ આપતાં કહ્યું: ‘ત્યારે હમણાં જ તેમને બેલાવીને અનુજ્ઞા અપાવું.” વૃદ્ધાએ પૂછ્યું; “તે ક્યાં ગયા છે?” શેઠાણીએ જવાબ આપ્યો, “કેઈ પરદેશી બ્રાહ્મણ , આવેલો છે, તેની પાસે ધર્મનું શ્રવણ કરે છે, પણ ત્યાંથી હું હમણાં જ તેમને બેલાવું છું.” વૃદ્ધાએ કહ્યું; “જે એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust