________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદઃ 403 જાઓ, તમે તે પંડિત છે તેથી તમને વિશેષ આપશે.” તે સાંભળીને પંડિત તથા સામાન્ય બ્રાહ્મણે તે તરફ દોડયા. જે વ્યાપારી શ્રીમંત ત્યાં બેસીને કથા સાંભળતા હતા, તેમની પાસે કેટલાએક દલાલ આવ્યા, અને ત્યાં કથા સાંભળતા પેલા વ્યાપારીઓને કહેવા લાગ્યા. આજે પરદેશી સાર્થવાહક કે જે આ ગામમાં લાંબા વખતથી કાપડ, વિવિધ કરિયાણા, અનેક રત્નો વગેરે મોં માંગ્યા પૈસા આપીને ખરીદ કરે છે, તથા પિતાની વસ્તુઓ સસ્ત ભાવે આપી દે છે, ઘણા વેપારીઓ ત્યાં જાય છે, અને ઈચ્છિત મૂલ્ય લઈને આવે છે, તમે કેમ ત્યાં જતા નથી? આ નફાને વ્યાપાર કેમ ગુમાવે છે ? ફરી-ફરીને આ અવસર ક્યાંથી મળશે?” આ સાંભળીને સર્વ શાહુકાર પણ ઊઠયા. એટલે માત્ર કેટલાએક નિર્ધન વણિકે, કે જેઓ અશક્ત અને નિરાધાર જેવા હતા, તેઓ ત્યાં બેઠા બેઠા કથા શ્રવણ કરવા લાગ્યા. .. એટલામાં ભાનુદત્ત શેઠે આ શ્રીમંત વૃદ્ધાને કહ્યું : માજી! આ ઉત્પાળાનો સમય છે. તેથી તમને ગરમી લાગતી હશે, માટે સુંદર જળથી સ્નાન કરે.” ત્યારે તે વૃદ્ધા બોલી, “બહુ સારું.” ભાનુદત્ત શ્રેષ્ઠીએ એ અવસરે પોતાની પત્નીને કહ્યું, “અમુક પેટીમાં સુંદર સુગંધી તેલ છે, તે લઈને અત્યંગપૂર્વક માજીને સ્નાન કરાવે, હું ઉપર જઈને તેમને પહેરવા ગ્ય વસ્ત્રો લાવું છું, તેટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust