________________ 362 કયારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આ બાજુ મૂળ ધનકમાં પિતાના નગરેથી કામકાજ માટે જે ગામમાં ગયેલ હતો, તે જ ગામમાં કોઈ યાચક્ર માયાવી ધનકમાં પાસેથી યાચના કરતાં ઈચ્છાથી પણ અધિક ધન, વસ્ત્ર, આભરણાદિક મેળવીને તે માયાવી ધનકર્માની પ્રશંસા કરતા પિતાના ગામ બાજી જઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં એક શ્રેષ્ઠીની દુકાન ઉપર મૂળ ધનકર્મા બેઠા હતા અને વ્યાપારાદિકની વાતો કરતો હતો. તેની પાસેની દુકાનવાળાએ આ વસ્ત્રાભરણથી શોભતા યાચકને રસ્તે જતા ઓળખીને બલાળ્યો. તે યાચક પણ તેની પાસે આવીને ધનકર્મોનાં યશને વર્ણવતે કહેવા લાગ્યો; “અરે લક્ષમીને આશ્રય કરીને રહેલ લક્ષમીપુર નામના નગરમાં કર્ણ, બલિ વગેરે દાનેશ્વરીને ભૂલાવી દેનાર, સાક્ષાત્ કુબેરના અવતાર જેવો, પુન્યને જાણે કે સમૂહ જ એકઠો થયે હોય તે, બધા દાનેશ્વરીઓમાં અગ્રેસર ધનકર્મા નામે શ્રેષ્ઠી વસ છે. તેણે મારા જેવા ઘણાઓનાં દારિદ્રયને ફેડી નાંખ્યા છે. વર્તમાન સમયમાં તે આવો દારિદ્રયને ચૂરના, ઈચ્છાથી પણ અધિક દાન દેવાવાળે મેં કઈ જ નથી, કે સાંભળ્યો પણ નથી. તેની માતાએ તેને જ જન્મ આપ્યો છે, ઉદાર દાનેશ્વરી, અને દયા, સુપાત્રની ભક્તિ આદિ ગુણોથી શોભતા આ મહાન દાતા છે, આના જે દાનેશ્વરી કેઈથ નથી, તેમ કાઈ થશે પણ નહિ. શું તેનું વિશેષ વર્ણન કરું ? સાક્ષાત્ બ્રહ્મા પણ તેના ગુણને કહેવાને સમર્થ નથી.” આ વાત પાસેની દુકાન ઉપર બેઠેલા સાચા ધનકર્માએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust