________________ -368 : કયારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સમયે તે ભેગા મળેલામાંથી એક અનભવીએ કહ્યું, “ઘરના અંદર રહેલ શ્રેષ્ઠીને બહાર લાવીને બંનેનો સંગ કરી મેળવણું કરી જોઈએ, તો સત્ય અસત્યની તરત પરાક્ષ થશે.” તે સાંભળીને કેાઈ ખાટા ધનકર્મા તરફથી મળેલ ખાનપાન તથા તેનાં મિષ્ટ વચનથી તૃપ્ત બની તેને આધીન થયેલા બોલી ઉઠયા; આ ધનકર્મા કેણ છે? ધનકમ તા ઘરમાં રહીને આનંદ કરે છે. આ તો કોઈ ધૂતારે અહિ આવેલે જણાય છે.? " - ત્યાં તે અવસરે અન્ય કોઈ બદ્ધિમાન સરલ હતો, તેણે જણાવ્યું; “ભાઈઓ ! મને તો આ બહાર ઉભેલ ધનકમો જ સારો લાગે છે. કારણ કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જ જાય છે. કદાચ કોઈને તત્વજ્ઞાનનાં શ્રવણથી પ્રતિબંધ થાય, અને કઈ રીતે સ્વભાવમાં પરિવર્તન થાય, પણ મૂળથી તેને સ્વભાવ ફરી જતો નથી. આ ધનકર્મા તે મૂળ પ્રકૃતિવાળા ધનકમાં દેખાય છે. પ્રકૃતિથી તનામાં ફેરફાર થયો હોય અથવા તે ફરી ગયો હોય તેમ દેખાતું નથી. ગુરુમહારાજના ઉપદેશના શ્રવણુથી પણ પણ દાનાદિક આપે છે, તો પણ તે યોગ્ય કે અયોગ્યને ભેદ પાડીને આપે છે, જેમ તેમ પિતાનું દ્રવ્ય ઉડાવી નાખતો નથી. મેટા કટ વડે અને મહા પાપનાં કાર્યો કર્યા બાદ દ્રવ્ય મળે છે. તેને વ્યય કેમ કરે તે તેનું જ હદય જાણે છે. દાન દેવું તે મરણ બરોબર લોકોમાં ગણાય છે. ઘરમાં રહેલ ધનકર્મો તો જેવી રીતે વરીના હાથમાં દ્રવ્ય આવે ત્યારે તે ગમે તેની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust