________________ * * * * * શ્રી અને સરસ્વતીને વિવાદ : 391 સાંભળવામાં વિદન થાય છે, માટે તે જે કાંઈ માગે તે આપીને તેને અહીંથી કાઢી મૂક, કે જેથી સુખે સાંભળી શકાય. આવું સુંદર શ્રવણ કરવાનું આજ કઈ મહાપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે. ફરીથી આવું મળશે નહી, આ ક્ષણ લાખેણું છે. એક ઘડી પણ જન્મ અને આખા જીવતરને સફળ કરનારી છે, માટે જલદી જઈને તેને રજા આપી, પાછી આવ.” આ રીતે વારંવાર સાસુએ કહ્યું, ત્યારે સાસુનું વચન અનુલ્લંઘનીય છે, એમ જાણું તે પુત્રવધૂ આ કાર્ય દુષ્કર માનતી હોય તેમ કાંઈક બડબડતી દેડતી ગઈ. અને દ્વાર ઉઘાડીને તે ડોશીને કહેવા લાગી, “રે ડેશી ! કેમ અહિ તું ગરબડ કરે છે ? અમૃતપાનની જેમ સંસારની પીડાને નાશ કરનારું ધર્મનાં રહસ્યવાળાં કથાનાં શ્રવણમાં અમને કેમ વિન કરે છે? તારે શું જોઈએ છે? તે કહે અને તે લઈને અહિંથી ચાલી જા.” તે સાંભળીને તે વૃદ્ધા બોલી, “હે પુત્રી ! ધર્મ સાંભળવાનું ફળ દયા છે, દયા વિના સર્વ વૃથા છે, માટે દયા કરીને મને જળપાન કરાવ. મને ઘણી તૃષા લાગી છે, મારું ગળું તરસે સૂકાઈ જાય છે.” તે સાંભળીને તે વહુએ તરત જળને કળશે ભરી લાવીને કહ્યું, “લે, તારું પાત્ર જલદી કાઢ, આ પાણી લઈને અહિંથી જા, મારે તે એક ઘડી પણ લાખની જાય છે, અહિં આજે આવેલા મહાન પંડિતનું એક એક વચન ચિંતામણિ રત્નથી પણ અધિક છે, માટે આ જળ લઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust