________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીનો વિવાદ : 383 અલંકારો જોયા. તે દરેક કોડનાં મૂલ્યવાળાં હતાં, અને પૃથ્વીને વિષે અલભ્ય હતાં, તેણે કઈ પણ વખત નજરે પણ જોયાં નહોતાં તેવાં તે હતાં. તેમજ તેમાં સ્ત્રી અને પુરુષને પહેરવા યોગ્ય ઊંચા કિમતી વસ્ત્રો અને બીજા પદાર્થો પણ હતાં. તે વહુ ને ભૂલી જ વહુ બાલ સેવ કરીશ. તમે તે મારી સાથી તમારી જેવી નહીં, થ ઈ પણ લે છે. ત્યારે તે પાસે આ તે વહુ તે આ સર્વ વસ્ત્રો, આભરણો વગેરે જોઈને કથા સાંભળવાનું તે ભૂલી જ ગઈ અને તેનાં ચિત્તમાં લાભ પેઠે. લેભથી રંજીત થયેલી તે વહુ બેલી; " ડોશી મા ! શા માટે તમે દુઃખી થાઓ છો ? તમારી સેવા હું કરીશ, તમે તે મારી માતા સમાન છે, અને હું તમારી પુત્રી છું. હું મન વચન કાયાથી તમારી જીવન પર્યંત શુદ્ધ સેવા કરીશ. તેમાં તમારે કાંઈ પણ શંકા રાખવી નહીં, અને કાંઈ પણ ભેદ રાખવો નહીં. ઘરમાં આવે અને આ ભદ્રાસન પર સખેથી બેસો.' ત્યારે તે વૃદ્ધા ધીમે ધીમે પગલાં ભરતી જેમ તેમ મધ્યના દ્વારની પાસે આવીને ભદ્રાસન પર બેઠી. તે વહુ “ખમા, ખમા” એમ બોલતી દાસીની જેમ તેની પાસે ઊભી રહીને તે ડોશીની ખુશામત કરવા લાગી. પછી તે વૃદ્ધાએ તે વહુને પૂછયું; “પુત્રી ! તું મને અહીં રાખવાને ઈચ્છે છે. તે શું આ ઘરમાં તું જ મુખ્ય છે, કે જેથી તું નિશંકપણે મને નિમંત્રણ કરે છે?” ત્યારે તે વહુ બોલી, “માજી! હું મુખ્ય નથી, પણ મારા સાસુ સસરા આ ઘરમાં મુખ્ય છે.” વૃદ્ધા બોલી, “ત્યારે તેમની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust