________________ 392 : કથારંન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 અહિંથી ચાલી જા.” - તે વૃદ્ધા બોલી, “બહેન ! હું વૃદ્ધ છું, માટે ધીમે ધીમે પાત્ર કાઢું છું.” એમ કહીને તે ડોશીએ પિતાની ઝોળીને એક ખૂણે ઉઘાડીને તેમાંથી એક રત્નમય પાત્ર બહાર કાઢી તેને પોતાના હાથમાં રાખી જળ લેવા માટે પિતાને હાથ લાં બે કર્યો. તે વખતે તે વહુ કાંતિના સમૂહથી દેદીપ્યમાન, લાખ રૂપિયાના મૂલ્યવાળું અને કઈ વખત નહીં દીઠેલું એવું તે પાત્ર જોઈને ચિત્તમાં આશ્ચર્ય પામી અને બેલી “ડોશી મા ! તમારી પાસે આવું પાત્ર કયાંથી? જ્યારે તમારી પાસે આવું પાત્ર છે, ત્યારે તમે દુઃખી કેમ થાએ છે? તમારું કેઈ સગું વહાલું નથી?” ડોશી બેલી, “બહેન ! મારે પહેલાં તે ઘણું કુટુંબીઓ હતા. તે સર્વે મરી ગયા છે. શું કરવું? કર્મની ગતિ વિચિત્ર છે ! કેણ જાણે છે કે શું થયું અને શું થશે ? હમણાં તે હું એકલી જ છું. આવાં વાસણે તે મારી પાસે ઘણું છે, પણ મારી ચાકરી કરે તેવું કોઈ નથી. જે કોઈ મારી સેવા કરે. અને જિંદગી પર્ય“ત મારી અનુકૂળતાએ વતે, તેને હું મારું સર્વસ્વ આપી દઉં. મારે આ બધું રાખીને શું કરવું છે? લક્ષમી કેઈની સાથે ગઈ નથી, જતી નથી અને જશે પણ નહી.' એમ કહીને ડોશીએ ઝોળી ઉઘાડીને વહુને બતાવી. વહુ ઝેળીની અંદર જેવા લાગી, તે તેમાં તેણે અનેક રનમય પાત્ર, અનેક રત્નના આભૂષણો તથા અનેક મોતીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust