________________ 0 0 0 0 0 - શ્રી અને સરસ્વતીને વિવાદ : 385 શ્રીનિવાસ નગરમાં ગઈ. બજારમાં જતાં એક માટે મહેલ જોયો, તેમાં કેટી ધનને સ્વામી શ્રેષ્ઠી ભાનુદત્ત રહેતા હતા. ત્યાં મહેલના દ્વારની પાસે તે ધનિકનું સ્વર્ગના વિમાન જવું સભાસ્થાન હતું, તેમાં ઘણું ઉત્તમ વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલો તથા અનેક સેવકેથી સેવાતો તે ભાનુદત્ત શ્રેષ્ઠી એક મનહર ભદ્રાસન પર બેઠે હતે. ને તેને જોઈને આ માયાવી બ્રાહ્મણે આશીર્વાદ આપ્યો. ત્યારે મનેહ સ્વરૂપ, ઉત્તમ વેષ અને ગુણના સમૂહથી અલંકૃત એવા તે પવિત્ર બ્રાહ્મણનો આશીર્વાદ સાંભળીને તે ભાનુદત્ત આસન પરથી ઊભા થઈને સાત આઠ પગલાં તેની સન્મુખ આવી તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને તેને બહુમાનપૂર્વક બીજા ભદ્રાસન પર બેસાડી પિતે પિતાનાં ભદ્રાસન પર બેઠે. તેના ગુણથી રંજીત થયેલા તે શ્રેષ્ઠીવર તે બ્રાહ્મણ પંડિતને પૂછ્યું; “વિદ્વાન પુરૂષ! આપ ક્યા દેશના રહીશ છો? અહી આપનું પધારવું શા કારણે થયું છે? ક્યા પુણ્યશાલીનાં ઘેર આપનો ઉતારો છે ? અને આપનું નામ શું છે?” ભાનુદત્ત શ્રેષ્ઠીને તે પંડિતે જવાબ આપતાં જણાવ્યું; “બ્રાહ્મણ પ્રતિપાળક શ્રેષ્ઠીવર્ય! હું કાશીદેશમાં વારાણસી નામની પવિત્ર મહાપુરીમાં રહું છું, બ્રાહ્મણના ષટ્કર્મમાં તત્પર છું, સમગ્ર શાસ્ત્રોને ભણેલો છું, ધર્મની રૂચિવાળાને પુરાણદિકની કથા શ્રવણ કરાવવાવડે મારી વૃત્તિ (આજીવિકા) ચાલે છે, અને બ્રાહ્મણોને હું વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન ક. 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust