________________ 386 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કરાવું છું, તે નગરીનો રાજા પણ ભક્તિપૂર્વક મારી સેવા કરે છે. તે રાજાએ મને ગૃહસ્થાશ્રમના નિર્વાહ માટે સે ગામ આપેલાં છે, તેથી હું સુખે વસું છું, ભાગ્યવાન શ્રેષ્ઠી ! એકદા શાસ્ત્રોને વાંચતાં તેમાં યાત્રાને અધિકાર આવ્યો. તેમાં મેં વાંચ્યું કે, “મનુષ્ય જન્મ પામીને જેણે યાત્રા કરી નથી, તેને જન્મ નિષ્ફળ છે.” આ પ્રમાણે યાત્રાનું મહાત્મ્ય જાણીને મને તીર્થાટન કરવાની ઈચ્છા થઈ. તેથી હું ઘર આગળ પાલખી, મિયાના વગેરે વાહનોની સામગ્રી છતાં પણ તીર્થયાત્રા પગે ચાલીને કરવાથી મેટા ફળને દેનારી થાય છે, તેમ સમજીને તે સર્વ છેડીને એકલો જ તીર્થયાત્રા માટે નીકળ્યો છું, અને ફરતાં ફરતાં ગઈ કાલે જ હું અહિં આવ્યો છું. એક શાસ્ત્રાભ્યાસની શાળામાં મારો ઉતારો છે. ત્યાં રાત્રી વ્યતીત કરી પ્રાતઃકાળે સ્નાનાદિક ષટ્કર્મ કરી આ નગર જેવા નીકળ્યો છું. બજારમાં ફરતાં આપના જેવા પુણ્યશાળીનું દર્શન થયું. એટલે આપને યોગ્ય જાણીને આશીર્વાદ આપ્યો.” પિતાનું વૃત્તાંત કહીને તે માયાવી દેવવ્રત બ્રાહ્મણ મૌન રહ્યો. - ત્યારે તે ભાનુદત્ત શ્રેષ્ઠીએ બે હાથ જોડીને કહ્યું, આજે અમારાં મહાપુણ્યનો ઉદય થયો કે જેથી સમગ્ર ગુણગણથી ભૂષિત આ૫ તીથવાસીનાં દર્શનથી અમારો મનુષ્યજન્મ સફળ થયો. ઈશ્વરનાં દર્શન તુલ્ય હું આપનું દશન માનું છું, આજે મારા ગરીબ ઉપર આપે મોટી કૃપા કરી છે. આજે વગર બોલાવી ગંગાનદી મારા આંગણે આવી ફી વ્યતીત કરે છે એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust