________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 387 છે એમ હું માનું છું. તેથી અમૃતને ઝરનારી વાણી વડે ધર્મકથાનું શ્રવણ કરાવીને અમારા ઉપર કૃપા કરીને આપ અનુગ્રહ કરો.” - તે સાંભળીને તે પંડિત અત્યંત મધુર વાણવડે અવસરને ચોગ્ય રાગ, સ્વર, ગામ અને મૂછનાદિકથી યુક્ત, કર્ણને કઠોર ન લાગે તેવું, કિલષ્ટાર્થ વગેરે દોષોથી રહિત, શૃંગારાદિક રસથી ભરપૂર, અનેક અર્થના વનિની રચનાથી ચિત્તને ચમત્કાર કરનાર, અલંકાર યુક્ત, વિવિધ પ્રકારના છે અને અનુપ્રાસ સહિત, ચિત્તને આલ્હાદકારક, કોઈ વખત પૂવે નહીં શ્રવણ કરેલ તથા સાર્થક અક્ષરોથી વિભૂષિત એવાં સૂક્તાદિક ઉંચે સ્વરે બોલવા લાગ્ય, સકળ ગુણોથી અલંકૃત તે વિદ્વાન બ્રાહ્મણની વાણીથી જેનું હૃદય આકર્ષિત થયું છે, તથા જેને સમસ્ત ગૃહકાર્યને વિસારી દીધાં છે એ તે ભાનુદત્ત શ્રેષ્ઠી નેત્ર અને મુખને વિકસ્વર કરતા વારંવાર પ્રશંસા કરવા લાગ્યો. મસ્તક કંપાવતે અને નેત્ર ઘૂમાવતે તે એકચિતે શ્રવણ કરતો હોવાથી ચિત્રમાં આલેખેલી મનુષ્યની મૂર્તિની જેમ તે નિશ્ચળ થઈ ગયો. માગે જતા આવતા લેકે પણ હરણની જેમ સંગીતથી ખીચાઈને દોડતા દોડતા ત્યાં આવવા લાગ્યા, અને તેઓ પણ ચિત્રની જેમ નિશ્ચળ થઈને એકચિત્તે તે બ્રાહ્મણ પંડિતની વાણીનું શ્રવણ કરવા લાગ્યા. જેઓ શાસ્ત્રના જ્ઞાનમાં કુશળ પંડિત હતા, જેઓ પિત પિતાની વિદ્વત્તાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust