________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 383 - “તેથી બહેન સરસ્વતી ! તને સ્વીકારનારા પુરૂષે હું જેની પાસે હોઉં તેવા પુરૂના સેવક સમાન છે. મારા અંગીકાર કરેલા પુરૂષના દેશે પણ ગુણરૂપ જ છે, માટે જગતમાં હું જ મોટી છું, વળી સરસ્વતી! માત્ર જનમુનિઓ સિવાય બીજા જે પુરુષો તારું સેવન કરે છે, તેઓ સવે પ્રાય: મારા માટે જ કરે છે; કેમ કે “શાસ્ત્ર જાણીને વિદ્વાન થઈને હું લક્ષમીનું ઉપાર્જન કરીશ.” તે જ તેમનું સાધ્ય હોય છે. તેમાં પણ આ જગતમાં પ્રાચે બાળકે જ તને અનુસરે છે, તેઓ પણ ઉત્સાહ રહિત માત્ર માતપિતાના કે અધ્યાપકના ભયથી જ તારું સેવન કરે છે, પરંતુ પ્રીતિપૂર્વક તને અનુસરતા નથી, બીજા કેટલાક વૃદ્ધ પુરુષો તને અનુસરે છે, તેઓ પણ લજજાથી કે ઉદરભરણના ભયથી અથવા મારા અંગીકૃત પુરુષોને પ્રસન્ન કરવાની હેતુથી ગુપ્ત રીતે અભ્યાસ કરે છે.” * “કેમ કે, લોકો પણ તેમની હાંસી કરે છે, “અહે! આટલી મોટી ઉંમરે હવે ભણવા બેઠા છે, પાકે ઘડે કાંઠા ચડવાના છે?” ઈત્યાદિ કહીને લોકે તેને ઉપહાસ કરે છે, અને મારે માટે તો સર્વ સંસારી જીવે અનાદિ કાળથી સર્વ અવસ્થામાં મને અનુકૂળ જ છે. નાનાં બાળકો પણ મારું નાણાદિક સ્વરૂપ જોઈને તરત જ ઉલ્લાસ પામે છે. હસે છે અને મને ગ્રહણ કરવા માટે હાથ લાંબો કરે છે, તે પછી જેઓ અધિક ઉંમરવાળા હોય છે, તેઓ મને જોઈને ઉલ્લાસ પામે તેમાં શું આશ્ચર્ય ? વૃદ્ધ લોકો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust