________________ 20 : શ્રી અને સરસ્વતીને વિવાદ પૂર્વના પુણ્યોદયથી પ્રાપ્ત લક્ષમીને જે વિવેકી આત્માઓ સદુપયોગ કરે છે, તેઓ ખરેખર ધન્ય છે. બાકી લક્ષ્મી સમુદ્રના તરંગે જેવી ચપળ છે, લક્ષમીન માટે અનેક મનુષ્યએ પ્રાણ ગુમાવ્યા છે, ગુમાવે છે અને ગુમાવશે, લક્ષમી કેઈના ઘેર બંધાઈને રહેતી નથી. ઈતર શાસ્ત્રોમાં પણું લક્ષમી તથા સરસ્વતીને એક કલ્પિત વિવાદ આવે છે. જે કપિત હોવા છતાં બેધપ્રદ ને પ્રેરક છે. એકદા લક્ષ્મી અને સરસ્વતીને પરસ્પર પિત–પિતાની મહત્તા વિષે વિવાદ થશે. સરસ્વતીએ લક્ષમીને કહ્યું; “જગતમાં હું જ મોટી છું, કારણ કે મેં અંગીકાર કરેલા મનુષ્ય સર્વત્ર સન્માન પામે છે, અને તેઓ સર્વ પુરુષાર્થના ઉપાયને પણ જાણે છે. કહ્યું છે કે, “વેરો જૂચ રાન, વિદ્વાન સર કરજો.’ “રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, પણ વિદ્વાન તે સર્વત્ર પૂજાય છે. વળી તે લક્ષ્મી! તું કે જે નાણારૂપે રહેલી છે, તેના મસ્તક પર હું રહેલી હાઉં, તે જ લેવા દેવા વગેરે વ્યાપારમાં તારો વ્યવહાર થઈ શકે છે, અન્યથા તને કોઈ ગ્રહણ કરતું નથી, માટે હું જ મોટી છું.” - તે સાંભળીને લક્ષ્મીએ જવાબ આપ્યો; “હે સરસ્વતી ! તે જે આ કહ્યું છે તે માત્ર કહેવા રૂપે જ છે; તારાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust