________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબન : 379 મુખ કરી રાજાને નમસ્કાર કરીને લક્ષમી તથા ઘર મળવાથી સંતુષ્ટ અંત:કરણવાળે થઈ ઘણું માણસો સહિત પોતાનાં ઘેર ગયો. વિકટ સંકટમાંથી છૂટે ત્યારે કોને આનંદ થતા નથી ? શ્રેષ્ઠીએ ઘેર ગયા પછી રાજાનાં વચનને અને પોતાની ઉપરના ઉપકારને સંભારીને કષ્ટને નાશ કરનાર એવા ધનસાર શ્રેષ્ઠીના નાના પુત્ર ધન્યકુમારને બહુ હર્ષ અને ઉત્સવપૂર્વક પોતાની ગુણમાલિની નામની પુત્રી પરણાવી અને બહુ ધન વસ્ત્રાદિક પણ આપ્યાં. આ રીતે પ્રબલ પુણ્યાઈના યોગે અનેક પ્રકારે વૈભવ, ઐશ્વર્ય તથા સંપત્તિનો ઉપભોગ કરતા તે ધન્યકુમાર કેટલાક દિવસ સુધી ત્યાં રહ્યા, પછી રાજાદિકની રજા લઈને છ ભાષાઓથી શોભતા શ્રીરાગની જેમ છપ્રિયાઓ (સૌભાગ્ય મંજરી, સુભદ્રા, ગીતમાળા, સરસ્વતી, લક્ષ્મીવતી, ગુણમા. લિની) સહિત રાજગૃહી નગરી તરફ ચાલ્યા. રસ્તે ઘણા રાજાઓનાં ભેટ સ્વીકારતા અને કૃપા મેળવતા અનુક્રમે રાજગૃહીનાં ઉપવનમાં તે આવ્યા. શ્રેણિક મહારાજા ચરના મુખેથી ધન્યકુમારનું આગમન સાંભળીને ચતુરંગી સેના સહિત તેમને લેવા માટે તેની સામે ગયા. જમાઈને હર્ષ પૂર્વક ભેટીને કુશળવાર્તા પૂછી અને મોટા મહોત્સવપૂર્વક ધન્યકુમારને મગધેશ્વરે રાજગૃહી નગરીમાં પ્રવેશ કરાવ્યો, નગરજનેએ અતિ અદ્દભુત પુણ્યના સમૂહરૂપ ધન્યકુમારને આવતાં દેખીને ગૌરવપૂર્વક તેની પ્રશંસા કરી. પોતાના સ્વામીનું આગમન સાંભળીને પોતાનાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust