________________ 382 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 કાંઈ સિદ્ધિ થતી નથી. કારણ કે તે અંગીકાર કરેલા પુરુષે ગમે તેટલા મહાન હોય તે પણ મને પ્રાપ્ત કરવા માટે તેઓ સેંકડો અને હજારે દેશમાં પરિભ્રમણ કરે છે, અને હું જેની પાસે હોઉં તેવા પુરૂષ પાસે આવી સેવકની જેમ તેમની આગળ ઊભા રહે છે.” જેઓ વયેવૃદ્ધ છે, તપશ્ચર્યાવડે વૃદ્ધ છે અને જેઓ બહુશ્રત તરીકે વૃદ્ધ છે, તે સર્વે ધનથી વૃદ્ધિ પામેલાનાં દ્વાર પાસે કિંકરની જેમ આવીને ઊભા રહે છે. ' ધનિકની પાસે તેની ખુશામત કરનારા અનેક વચને બેલે છે. અછતા ગુણોનો આરોપ કરીને ઉપમા તથા ઉપ્રેક્ષા વગેરે અલંકારે સહિત તેની પ્રશંસા કરે છે. છત્રપ્રબંધ, હારપ્રબંધ વગેરે પ્રબંધે રચીને તેમાં તેના ગુણાનું વર્ણન દરી પિતાની વિદ્વત્તા બતાવે છે. આમ કરીને વિદ્વાને, ધનવાનની કૃપાને સંપાદન કરે છે. તેમાં જે કદાચ તે શ્રીમંત પ્રસન્ન થયો તો તે વિદ્વાન પિતાના મનમાં હર્ષિત થાય છે, અને જે તેની પ્રસન્નતા ન થઈ તો ખેદ પામે છે. એટલે ફરીથી પણ ભિન્ન ભિન્ન સ્તુતિ વચને બોલીને તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. “ગુણવાન વિદ્વાન પણ પુષ્કળ ધનના નિધિ સમાન ધનિકની દષ્ટિના પ્રાંત ભાગને મનહર (પ્રસન્ન) દેખે તે ખુશ થાય છે, અને કોપયુક્ત દેખે તો ખેદ પામે છે, તથા સ્તુતિ આદિ ઉપાવડે કઈ પણ પ્રકારે તેને રોષ દૂર કરે છે. અહો ! આ સંસારમાં માહરાજાની ઘટના (રચના) કેવી વિષમ છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust