________________ 380 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પિતાના ઘેર રહેલી સમશ્રી અને કલ્સમશ્રી બંને આવીને પિતાના સ્વામી ધન્યકુમારનાં ચરણેમાં નમસ્કાર કરી અંત:પુરમાં રહેલી દેવાંગનાઓને પણ રૂપમાં જીતે તેવી છે સપત્નીઓને મળી. પરસ્પર કુશળ આલાપ પૂછયા પછી શાલિભદ્રની બહેન સુભદ્રા પાસેથી ધન્યકુમારનું સમસ્ત અદ્ભુત ચરિત્ર સાંભળીને તેઓ બહુ આશ્ચર્ય પામી અને આનંદિત થઈ. તે બંને અને સાથે આવેલ છે મળી આઠ સ્ત્રીઓ એકત્ર થઈ અને આઠ ઋદ્ધિઓ સાથે યોગી વિલાસ કરે તેમ તે આઠે પત્નીઓ સાથે દેગુંદક દેવની જેમ પુણ્યશાલી ધન્યકુમાર વિલાસ કરવા લાગ્યા. તે મહાભાગ્યશાળીને વિદેશમાં અન્ય સામાન્ય મનુષ્યને જ્યાં સુખ ન મળે ત્યાં પણ કીર્તિ, શ્રી, અને ભેગે પગ મળ્યા. પ્રબલ પુણ્યના સ્વામી ભાગ્યશાળી આત્માને સંસારમાં શું શું પ્રાપ્ત નથી થતું ? અથાત્ સર્વ પ્રાપ્ત થાય છે, તે આઠે પ્રિયાઓ સાથે રાજાની પાસે આવેલા ઉત્તમ આવાસમાં વાસ કરીને રાજગૃહી નગરીમાં દેવેંદ્રની જેમ ધન્યકુમાર રહેવા લાગ્યા. આ બધે દાનધર્મનો જ પ્રબલ પ્રભાવ છે, માટે છે ભવ્ય ! તમે આ આશ્ચર્યકારી પુણ્યના પ્રભાવને યથાર્થ જાણજે, સમજજે, માનજે, અને તેવા પુણ્યના કારણ રૂપ ધમરાધના દ્વારા તેને અનુભવ ! અને આચારમાં મૂકજો ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust