________________ * 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના H 377 ખર્ચ મા, એટલે તે શ્રેષ્ઠીએ કહ્યું કે, “આજે સમય નથી, આવતી કાલે આપીશ.” આ પ્રમાણે કહેતાં તેને સાંભળીને હું ત્રીજે દિવસે ગયો, પણ ઉત્તર તે જ મળ્યો કે, “કાલે આપીશ” આમ મેં અનેક દિવસો સુધી તેની પાસે યાચના કરી, પણ કાંઈ મળ્યું નહિ. ચારણના સમૂહમાં હું પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી બધા મારી મશ્કરી કરવા લાગ્યા.” ત્યારે મેં વિચાર કર્યો કે, મેં “આવી પ્રતિજ્ઞા કરીને મારી મોટાઈ ગૂમાવી! પણ આવી રીતે મારી પ્રતિજ્ઞાન ભંગ થાય, તે પછી જીવવું નકામું છે.” આથી વિચાર કરીને આ અતિશય કુપણ પુરુષની નહિ ભેગવાતી લક્ષ્મીને ભેગમાં લાવવા માટે મેં ચંડિકાદેવીની આરાધના કરી; ઘણા ઉપવાસ અને ઘણું કલેશ - દુઃખ મેં સહન કર્યા. ત્યારે તે દેવી મારા ઉપર પ્રસન્ન થઈ. તેણે મને જેવું રૂપ કરવું હોય તેવું કરી શકવા સમર્થ વરદાન આપ્યું. તેટલામાં ધનકર્મો શ્રેષ્ઠી બીજે ગામ ગયા. તે લાગ મળવાથી શ્રેષ્ઠીનું રૂપ કરીને હું તેના ઘરમાં પેસી ગયો. તેના ઘરમાં રહીને મેં તેની લક્ષ્મીને દાનાદિ દ્વારા સદુપયોગ કર્યો છે. તેમાં પણ મેં તે તેનું જ નામ અને યશકીર્તિ વધાર્યા છે. દુઃખી પ્રાણીઓને જે મેં ઉદ્ધાર કર્યો છે, તેમાં પણ પુણ્ય તે તેને જ છે, લોકોમાં પણ કહેવત છે કે, જેનું અન્ન તેનું પુણ્ય. મેં તે માત્ર તેના ઘરનું ભેજન કર્યું છે. તેના અંતઃપુરાદિકમાં પણ મેં કાંઈ પણ અનુચિત કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust