________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબના : 371 માત્ર પણ ન્યૂનાધિકપણું નથી. તેથી શું કરવું?” તે સાંભળી એક નિપુણ બુદ્ધિવાળો હતે તેણે જણાવ્યું કે, “આના પુત્રાદિક સ્વજન પુરુષને પૂર્વે અનુભવેલા સંકેતાદિક પૂછો. જે તે સંકેતો બરાબર કહે તે સાચે ધનકર્મા સમજો, બીજે ઑટે સમજવો.” મહાજનોએ તે પ્રમાણે કર્યું. ત્યારે મૂળ ધનકર્માએ સ્વાનુભૂત સંકેતાદિક કહ્યા, એ પ્રમાણે માયાવી ધનકર્માએ પણ દેવીની સહાયથી ચૂડામણિ શાસ્ત્રદ્વારા જાણીને તે સર્વે સંકેતો સારી રીતે કહી દીધા. આમ થવાથી સર્વે વ્યાપારીઓ પણ સરખી સંકેતોની પૂતિ સાંભળીને દિમૂઢ બન્યા. અને તેઓને મૂંઝવણ થઈ કે; “સરખા આકારવાળા, સરખા હાવભાવવાળા અને સરખું બોલનારા આ બનેયમાંથી કયા ઉપાયવડે સાચા ખોટાનો ભેદ શોધ ? તેથી જ્યાં સુધી સાચા ખોટાની સત્ય પરીક્ષા ન થાય ત્યાં સુધી બંનેમાંથી એકેએ ઘરમાં પ્રવેશ કરવો નહિ.” આ પ્રમાણે મહાજને બળાત્કારે તે બંનેને ઘરમાં પેસતા રોકયા, તેથી તે બંને જુદે જુદે સ્થળે રહેતા હંમેશાં સવારે ઊઠીને જુદી જુદી રીતે તેઓ કલેશ કંકાસ કરવા લાગ્યા. હંમેશના કલહથી કંટાળીને લોકોએ ફરીથી એકઠા થઈ તેઓને કહ્યું, “તમે બંને રાજ્ય દ્વારે જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના અધિક પુણ્યતેજના બળથી સાચા ખોટા નિર્ણય તરત જ થઈ જશે.' મહાજને મળીને જ્યારે આમ કહ્યું તેથી તે બંને ધનકર્મા રાજા પાસે ગયા. - લક્ષમીપુરનગરના રાજા જિતારિ પાસે જઈ તેને નમસ્કાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust