________________ 370 : કથાને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આમ બહાર નીકળી બજારમાં સાચે ન્યાય કરનારા વ્યાપારીઓનાં પંચ પાસે ચાલ, જેથી આપણે સાચા ખેટીના પરીક્ષા થઈ જશે. ચેરની ગતિ મેર જેવી જ થાય છે.' તે સાંભળી માયાવી ધનકર્માએ કહ્યું; “ઘરમાં હોય તે સાચા, બહાર રખડતો હોય તે બટે, તે વાત સવે જાણે છે. તે હકીકત સ્પષ્ટ છે; તેથી હું તો રાજાજી પાસે જઈ ને, તારું ધૂતારાનું મોટું ભાંગી નાંખી, સવ સભા સમક્ષ તને ખોટા ઠરાવી ગધેડા ઉપર બેસાડી આ દેશમાંથી બહાર કઢાવી મૂકીશ-દેશનિકાલ કરાવીશ.” આ વિવાદ કરતાં તેઓ બજારમાં આવ્યા અને ન્યાય કરનારાઓને બોલાવી તેઓની આગળ તે બંનેએ પોતપિતાની વાત કહી સંભળાવી. તે સાંભળી બજારમાં બેસનારા બધા વ્યાપારીઓ વગેરે જેઓ બુદ્ધિશાલી તથા સત્ય કે અસત્યને નિર્ણય કરવામાં કુશલ હતા, તેવામાં પણ આવી ન સંભવે તેવી વાત હેવાથી આશ્ચર્ય પામ્યા. તેમાં જે હુજન હતા, તેઓ તો તે ધનકર્માને દેખીને આનંદ પામ્યા, પણ જેઓ સજજન હતા તેઓ ખેદ પામતા બોલવા લાગ્યા; “અરે! સંસારમાં કમની વિચિત્ર ગતિ છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થતી વિષમ એવી સ્થિતિ શ્રી જિનેશ્વરદેવ અને જિનાગમ વગર અન્ય કોણ જાણી શકે તેમ છે? અરે ભવ્ય જી ! જુઓ, કર્મ પરિણામ રાજા મનુષ્યને કેવા કેવા નાટક નચાવે છે ?'. - ન્યાય કરનારા સર્વે તે બંનેને જોઈને વિરમય પામ્યા અને બોલવા લાગ્યા; “આ બંનેમાંથી એકેયમાં એક રોમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust