________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના : 373 ચારે બુદ્ધિનો ધણી બહુ પુણ્યના સમૂહવાળ પણ હશે ? તેથી આખા નગરમાં કોઈ અદ્દભુત વસ્તુ આપવાના ઠરાવથી પડહ વગાડો, જેથી આપનાં પુણ્યબળવડે કોઈ તે પુરુષરત્ન પ્રગટશે, કે જે આ બંનેને ભેદ પ્રગટ કરશે અને તમારી અને રાજ્યસભાની મહત્તા વધારશે.” મંત્રીઓની વાણું સાંભળીને રાજાએ તરત જ આતુરતાથી કહ્યું; જે કઈ બુદ્ધિશાળી અતિ પ્રજ્ઞાવંત પુરુષશ્રેષ્ઠ આ બંનેને સત્યાસત્યને વિભાગ કરીને નિર્ણય કરી આપશે તેને બહુ ધન સહિત આ ધનકર્માની પુત્રી પરણાવવામાં આવશે.” આખા નગરમાં રાજાની આજ્ઞાથી આ રીતે પડહ વગડાવવામાં આવ્યો. પડહ વાગતે વાગતો ત્રિપથ, ચતુપથ વગેરે બજારોમાં ફરતો ફરતો જે સ્થળે ધન્યકુમાર વસતા હતા ત્યાં આવ્યું. ગોખમાં ઊભેલા ધન્યકુમારે તે પડહ સાંભળીને જરા હસીને પિતાની પાસે બેસનારાઓને કહ્યું, “રાજાની આવડી મોટી સભામાં કેઈએ પણ આ બંનેને નિર્ણય ન કર્યો?” તેઓએ જવાબ આપ્યો, “સ્વામિન્ ! આપના જેવા અતુલ બુદ્ધિવાળા સિવાય બીજું કેણ તે કરી શકે ? આ સાંભળીને ધન્યકુમારે તે પડહ ઝીલી લીધે, અને તેને આગળ જતો અટકાવીને તેઓ તરત જ રાજા પાસે જવા તૈયાર થયા. રાજા તે ખબર સાંભળીને બહુ હર્ષ પામ્યા અને તેણે મનમાં નિર્ણય કર્યો કે “ખરેખર પુણ્યશાળી ધન્યકુમાર આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust