________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના : 369 કૃપણે વાવ વિચાર કર્યા વગર લુંટાવે, તેમ આ બધું દ્રવ્ય લૂંટાવે છે; તેથી મારાં અંતઃકરણમાં તો આ બહાર ઊભેલો જ ધનકર્મા સાચો જણાય છે.” આ પ્રમાણે બહાર થતો કોળાહળ સાંભળીને ધનકર્મા શ્રેષ્ઠીનો મોટો પુત્ર રત્નદેવ બહાર આવ્યે. તેને જોઈને મૂળ ધનકર્માએ તેને કહ્યું; “રે પુત્ર! ઘરમાં તેં કોને સંગ્રહી રાખેલ છે?” આમ તેને બેલતે સાંભળીને રત્નદેવ પણ વિભ્રમમાં પડ્યો અને વિચારવા લાગ્યો; “આ શું ઉપાધિ ઊભી થઈ?” એટલે તે મૌન ધારણ કરીને ઘરમાં ગયે, અને ફૂટ ધનકર્માને તેણે બધે વૃત્તાંત નિવેદન કર્યો. તે પણ તુરત જ ઉઠો અને કહેવા લાગ્યો; “મેં ગઈ કાલે જ નહોતું કહ્યું કે ગામમાં બહુ ધૂતારા આવેલા છે, તેમાંથી આ કઈ ધૂતારે અહીં આવ્યો હશે? પણ અસત્ય ક્યાં સુધી ટકશે ? તેને નિર્વાહ કયાં સુધી થશે?? આમ કહીને તે બહાર આવ્યો. સેવકો બધા તેને જોઈને ઊભા થયા. માયાવી ધનકર્માએ મૂળ ધનકર્માને કહ્યું; “રે તું ક્યાંથી આવે છે? અરે ધૂર્ત ! તું કેમના ઘરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે?” તે સાંભળી મૂળ ધનકર્માએ સ્પષ્ટ જવાબ આપ્યો“હું જ આ ઘરને સ્વામી છું, મેં આ સંપત્તિ બહુ કષ્ટવડે મેળવેલી છે. પણ તું કેણ છે? ધૂર્તકળાથી મારા ઘરમાં પેસીને મારું ધન આ પ્રમાણે તું કેમ લુંટાવી મારે છે? હવે તું ક. 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust