________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના : 367 જા, જા, બીજે ઠેકાણે પૂર્તકળા કેળવજે, અમે તે જાણીએ છીએ, જાણેલા ગ્રહ પીડા કરી શકતા નથી.” શ્રેષ્ઠીએ તે સાંભળીને કહ્યું, “શું તમે બધા સ્વામીદ્રોહી થઈ ગયા છે ? આઠ, દશ દિવસમાં તો બધું ભૂલી ગયા કે શું? જેથી તમે તમારા શેઠને પણ ઓળખતા નથી.” સેવકોએ કહ્યું, “કોનો સ્વામી ? કોણ તારા સેવકે ? અમારા સ્વામી તે ઘરની અંદર બહુ આનંદથી લહેર કરે છે, તે ચિરંજીવી–આયુષ્યમાન છે. તું તો કઈ ધૂતારો કળાવડે ઘરને લૂંટવા આવ્યું છે. જે અમારા સ્વામી આ વાત જાણશે તે તારી માઠી ગતિ થશે.” આ પ્રમાણે વાદવિવાદ થતો સાંભળીને પાડોશીઓ આવ્યા. તેને દેખીને શ્રેષ્ઠીએ કહ્યું; “અરે સમદેવ, મિત્રદત્ત, ભાઈઓ! જુઓ, જુઓ! તમને તે દિવસે અમુક કાર્ય કહીને અમુક ગામે હું ગયો હતો. તે કાર્ય સંપૂર્ણ કરીને હું તરત જ અહીં પાછો આવ્યો છું. આ ઘણા વખતના પરિચિત મારા સેવકો મને ઓળખતા જ ન હોય તેમ વતે છે, અને મને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી.” છે. આમ તે શ્રેષ્ઠીનાં વચનોને સાંભળીને તે સર્વે પણ વિચારમાં પડી ગયા “આ ધનકમાં કોણ? ઘરની અંદર જે ધનકર્મા છે તે કોણ? આ જે કહે છે તે પણ સાચું લાગે છે. ઘરની અંદર રહેલ પણ સાચે જણાય છે, આ બેની વચ્ચે કયો ધનકર્મા સારો અને ક્યા માયાવી? અતિશય જ્ઞાની વગર આ વાતને નિર્ણય કેણ કરે?” તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust