________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના : 365 કરવા લાગ્યો; “આ બધી વાત તે અસંભવિત ઉત્પાત જેવી છે, કઈ રીતે સંભવી શકે તેવી નથી, વળી કેવળ અસત્ય હોય તેમ પણ જણાતું નથી. કાંઈક વધતી ઓછી કદાચ હશે, પણ મૂળથી અસત્ય હોય તેમ લાગતું નથી, તેથી હવે હું તાકીદે જાઉ. અહિંનું જે કામ બાકી રહેશે તે તે માટે ફરીવાર હું પાછો આવીશ.” આમ મનમાં વિચાર કરીને દિવસ થડે બાકી હતો, તેવામાં તે પોતાના લકમીપુર નગરના રસ્તે પડયો. માગે કેાઈ ગામમાં તે સૂતો, પણ રાત્રીમાં માનસિક ચિંતાના રોગથી તેને નિદ્રા આવી નહિ. સંતાપમાં રાત્રી વ્યતીત કરીને પ્રભાતે તે પિતાનાં નગર તરફ આવ્યું. - કપટી ધનકર્માને દેવપ્રયોગથી તેના આગમનની પહેલેથી જ ખબર પડી ગઈ. તેથી દ્વારપાળને તેણે કહી રાખ્યું કે, રે સેવકે, હાલ આ ગામમાં બહુરૂપી ધૂતારાઓ ઘણું આવેલા છે. અનેક પ્રકારની ધૂર્ત કળાને કેળવીને તેઓ લોકોને છેતરે છે, તેમાં વળી કેટલાક તે કોઈ ઘરધણીના જેવું જ રૂપ કરીને ઘરમાં પ્રવેશીને ઘરમાંથી લક્ષ્મી વગેરે સાથ વસ્તુઓ ઉપાડી જાય છે, તેથી સાવધાન પણે રહેજે, કોઈ અજાણ્યો માણસ ઘરમાં આવે તો તેને અટકાવજે, પેસવા દેશે નહિ.” મધ્યાન્હ લગભગ થતાં મૂળ ધનકર્મા પિતાના નગર લક્ષ્મીપુરમાં આવ્યો અને લોકોએ નગરમાં તેને પ્રવેશ કરતે 2 જવા ની જે. છે. તેને જોઈને અંદર અંદર કાનની પાસે આવીને તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust