________________ 366 ; કથીરત્ન મંજૂષા : ભામ–૧ 0 0 0 0 0 0 કહેવા લાગ્યા; “અરે! આજે વળી ધનકર્મા મૂળ. વેષ વગેરે પહેરીને પગે ચાલતો કયાંથી આવે છે?” તે સાંભળીને બીજે બોલ્યો; " આ ધનકર્માના જેવા જ રૂપવાળે કાઈ મુસાફર આવતાં જણાય છે.” પેલાએ કહ્યું, “સાચું કહું છે કારણ કે મેં આજે સવારે જ સુખાસનમાં બેસીને ઘણુ સેવકોથી પરિવરેલા ધનકર્માને આ રસ્તે જતાં જે છે.' ત્યારે ત્રીજો બોલ્યો; ધનકર્મો તો આ જ છે; કારણ કે આને જોતાં જોતાં મારો આખો જન્મારો પૂરો થઈ ગચા. જે આ ધનકર્મો ન હોય તે આપણે શરત કરીએ.” આમ વિવિધ પ્રકારની વાત તે નગરમાં થવા લાગી. મૂળ ધનકર્માએ તેમાંથી કેટલીક ડી ડી સાંભળી. 'તે સાંભળીને તે મનમાં વિચારવા લાગ્યો; “કાંઈક આમાં કારણ તો લાગે છે, પણ પહેલાં એકવાર હું ઘેર જઈ ઘરમાં પ્રવેશી સ્વસ્થ થઈને પછી આ બાબતમાં તપાસ કરી આમ મનમાં નિશ્ચય કરી, ઉતાવળે તે ઘરનાં આંગણુ પાસ આવ્યો પણ તેને દેખીને કેઈ નોકર ઊભો થયો નહિ, તેમ તેને પ્રણામ પણ કર્યો નહિ. આ અચાનક ફેરફાર થવાથી આ શું ?" એમ વિચારતો તે ઘરમાં પ્રવેશ કરવા લાગ્યા. ત્યારે ઘરના સેવકોએ તેને કહ્યું એ કયાં જાઓ છો ? કેના ઘરમાં પેસે છે ?" આ સાંભળીને ચમત્કાર પામેલી ધનકર્મા બોલ્યો, “અરે! શુ મને પણ ઓળખતા નથી ? મારી નોકરીમાં રહ્યા તને તો ઘણું વર્ષ થઈ ગયી. આજ તમારા બધાયનું મગજ કેમ ફરી ગયું?” સેવકોએ કહ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust