________________ 0 0 0 0 0 કૃપણ ધનકર્મની વિટંબના 361 આવી ઉદાર બુદ્ધિ ક્યાંથી થઈ. પહેલાં તે લોકે હમેશાં તમારા કૃપણુતાના દેષની જ વાત કર્યા કરતા હતા, અને હમણાં તે ક્ષણે ક્ષણે તમારા દાન, ભેગ વગેરેમાં ઉદારતાની જ વાતે સંભળાય છે. આ કેવી રીતે બન્યું ? સાચે સાચું * એટલે તે ફટ શ્રેષ્ઠીએ પૂવે કહેલ મુનિ મહારાજની દેશના વગેરે પ્રતિબોધ પામવાના કારણરૂપ થયા હતા તે કલ્પિત વૃત્તાંત બતાવ્યો. રાજા પણ તેની વાત સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યો અને કહેવા લાગ્યો; “અહો ! જીવની ગતિ અચિંતનીય છે, સર્વજ્ઞ વિના કેઈ તે ગતિને જાણી શકતા નથી. આ પ્રમાણે કહીને ઉચિત સન્માન તથા પ્રસાદ આપીને રાજાએ કહ્યું: “મારા લાયક રાજ્યને અંગે જે કાંઈ કામકાજ હોય તે સુખેથી કહેજે, મનમાં શકા રાખતા નહિ.” ઇત્યાદિ કહી તે માયાવી શ્રેષ્ઠીને સંતોષીને વિસર્જન કર્યો. તે પણ પ્રણામ કરીને ઉઠક્યો, અને મનમાં વિચાર કરવા લાગે; “અહો ! દાનવડે શું થતું નથી ? દાનથી દેવે પણ સાનુકૂળ થાય છે, તે પછી મનુષ્યની તે શી વાત?” આવા વિચાર કરતો તે ધનકર્મા શ્રેષ્ઠી ઘેર આવ્યો. " ( આ પ્રમાણે માયાવી ધનકર્મા શ્રેષ્ઠીના તે નગરમાં દરેક ઘેર, દરેક રસ્તા ઉપર અને તે નગરીની આજુબાજુના દરેક નાનાં મોટાં ગામોમાં યાચકજનોએ યશ અને શોભા વિસ્તારી દીધાં; અર્થાત તે સર્વત્ર વિખ્યાત થઈ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust