________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના H 59 હવે ધનાદિકને સુપાત્રમાં સદ્વ્યય કરવાની મારી ઇચ્છા છે. દાનાદિકથી રહિત ધન તે કેવળ અનર્થને ઉપજાવનાર જ થાય છે, તેથી હવે દીન જનોનો ઉદ્ધાર, સુપાત્રનું પિષણ, કુટુંબીજનેની પ્રતિપાલનના વગેરે કરવાવડે હું ધનનું ઉત્તમ ફળ મેળવીશ, તેથી તમને પણ દાન અને ભેગાદિકમાં જે ઈચ્છા હોય તે મને કહેવી. તેને માટે સુખેથી ધન લેવું. આજથી તમને મારી અનુમતિ છે. ફરીથી પૂછવું નહિ, હું તો હવે દાનાદિક સત્કાર્યમાં જ મશગુલ રહીશ.” " . આ રીતે કહીને તે માયાવી ધનકર્મા દીનજન વગેરે સર્વને ઈચ્છિત ધન આપવા લાગ્યો. વળી સીદાતા સાધર્મિક ભાઈઓને તથા અન્ય યાચકોને તેની ઈચ્છાથી પણ અધિક આપવા લાગ્યા. આમ થોડા જ દિવસમાં આઠ કરોડ સોનામહે તે માયાવી શ્રેષ્ઠીએ વાપરી નાખી. નગરમાં પણ ભારે વસ્ત્રો અને આભૂષણો પહેરીને તે સુખાસનમાં - પાલખીમાં અથવા તે રથમાં બેસીને બહાર નીકળતો. આ એક દિવસ તેના કોઈ બાળવયના પ્રિયમિત્રે તેને પૂછ્યું; “અરે શ્રેષ્ઠિન! હમણાં તમારી આવી ઉદાર દાનવૃત્તિ, ત્યાગવૃત્તિ તથા ભોગવૃત્તિ કેવી રીતે થઈ ?" ત્યારે પૂર્વે કહેલી કલ્પિત હકીકત કહીને તેણે ઉત્તર આપ્યો. તે સાંભળી કેટલાક ઉત્તમ જીવો બોલ્યા, “અહો! નિસ્પૃહ એવા મુનિની દેશના વડે કે પ્રતિબોધ પામતું નથી ? એમાં શું આશ્ચર્ય છે? પહેલાના વખતની વાતો શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે દઢપ્રહારી, ચિલતિપુત્ર વગેરે પણ કુકમમાં મગ્ન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Frust